Tuesday 16 June 2015

free 100 rs recharge only android))--- https://mcent.com/r/EQP0VD
free 100 rs recharge ))--- https://mcent.com/r/EQP0VD

Friday 22 May 2015

તમને વાંચવાનો બહુ જ શોખ છે. આ માટે તમે લાઇબ્રેરીમાં જતા હોવ છો. તમને ત્યાં કોઈ હેરાન કરતું નથી. ધારો કે ત્યાં જ તમારી આજુબાજુથી કોઈ ભૂત, કોઈ પરછાઈ કે હવામાં તરતી કોઈ માનવાકૃતિ પસાર થઈ જાય તો? તમારી હાલત શું થાય? જો કોઈને એમ લાગતું હોય કે એમાં વળી ડરવાનું શું? તો તેમની બહાદુરી જોવા એક વાર સાચે જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તેવી જગ્યાએ તેમને લઈ જવા પડે. આજથી લગભગ ૧૩૦ વર્ષ પહેલાં શરૂ થયેલી એક લાઇબ્રેરીની વાત છે. વિક્ટોરિયન શૈલીની સરસ ભવ્ય ઇમારત. તેના મૂળ માલિકના નામ પરથી રાખવામાં આવેલું એ ઇમારતનું નામ અને ત્યારબાદ તે જ નામ પરથી તે ઇમારતમાં બનાવવામાં આવેલી લાઇબ્રેરીનું પણ નામ રાખવામાં આવ્યું. ઇન્ડિયાનાના કેન્ટસ્કીની વોલબરા નદીથી જમણી તરફ આવેલા ઇવાન્સવિલેમાં એક ઇમારત ખૂબ જાણીતી છે. ફર્સ્ટ એવન્યુની આ ઇમારત આમ તો બની હતી ૧૮૮૧માં, જેનો ઉપયોગ ૧૮૮૫માં શરૂ થયો હતો. આ ઇમારતને ૧૩૦ વર્ષ થવા આવ્યાં. વિલાર્ડ કાર્પેન્ટર નામના એક રઈશે કે જેમને 'પાયોનિયર ઓફ પબ્લિક ચેરિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે ૧૮૭૬માં એક ટ્રસ્ટ બનાવ્યું. તેમણે એક મોટા ગાર્ડન સાથેની એક ભવ્ય પ્રોપર્ટી બનાવી હતી. પાછળથી તેમણે આ ઇમારતને એક ભવ્ય લાઇબ્રેરી બનાવવાનો વિચાર કર્યો. વિલાર્ડનું સપનું જ્યારે પૂર્ણ થયું અને લાઇબ્રેરી ૧૮૮૫માં ખુલ્લી મૂકવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, "આ લાઇબ્રેરી બનાવવા પાછળનો મારો આશય છે કે ઇવાન્સવિલે આર્ટ, કલ્ચર અને ઇન્સ્ટિટયૂશનમાં ખૂબ પ્રગતિ કરે, આગળ વધે અને તેથી જ હું આ લાઇબ્રેરી સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકું છું." મિ. કાર્પેન્ટરના કિસ્સામાં અજબ બન્યું. કહેવાય છે કે વિલાર્ડની એક દીકરી હતી. લુઇસ કાર્પેન્ટર, જેને વિલાર્ડનું વર્તન નહોતું ગમ્યું. તે નહોતી ઇચ્છતી કે તેના પિતા તેમની આટલી મોટી પ્રોપર્ટી કોઈ લાઇબ્રેરી બનાવવા માટે આપી દે. વિલાર્ડનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમણે તેની વસિયતમાં પણ તેના તમામ પૈસા આ લાઇબ્રેરીને દાનમાં આપી દીધા હતા. પુત્રી લુઇસને વિલાર્ડે પોતાની વસિયતમાંથી પણ બાકાત રાખી. આખરે ૧૮૯૦માં લુઇસે વિલાર્ડ લાઇબ્રેરી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો. તેની દલીલ હતી કે તેના પિતાએ લાઇબ્રેરીને જે પૈસા આપ્યા હતા તે લાઇબ્રેરી તેને પરત કરે, કારણ કે તે વિલાર્ડની દીકરી હોઈ તેમના પૈસા પર સાચો હક્ક તેનો બને છે. લુઇસ કોર્ટમાં કેસ હારી ગઈ. લાઇબ્રેરી પાસેથી તેને એક પણ રૂપિયો ન મળ્યો પણ લુઇસ માનવા જ તૈયાર ન હતી. તેણે ફરી ઉપરની કોર્ટમાં અપીલ કરી, પણ લુઇસ ત્યાં પણ કેસ હારી ગઈ. બંને કોર્ટમાંથી કેસ હારી જતાં લુઇસને બહુ જ ગુસ્સો આવ્યો. તે કોઈ પણ સંજોગોમાં પોતાની આ હાર સ્વીકારવા તૈયાર નહોતી અને કહે છે કે તેણે પોતાની બાકીની આખી જિંદગી ખૂબ તકલીફમાં વિતાવી હતી. લુઇસ તેની આખી જિંદગી દરમિયાન લાઇબ્રેરી માટે ઝેર ઓકતી રહી અને આ જ બધાં કારણોથી તે મરી ત્યારે પણ તેના આત્માને શાંતિ નહોતી મળી. આમ તે અધૂરી ઇચ્છાને લઈને જ વિશ્વમાંથી ગઈ. કેટલાંક એમ પણ કહે છે કે વિલાર્ડની આ દીકરીનું નામ લુઇસ નહીં પણ સારાહ હતું, જેને આજે લોકો લેડી ઇન ગ્રે તરીકે ઓળખે છે અને લેડી ઇન ગ્રેનું એટલે કે લુઇસનું યા સારાહનું ભૂત આજે પણ વિલાર્ડ લાઇબ્રેરીમાં રહે છે. જ્યારે બીજી એક લોકવાયકા અનુસાર૧૯૮૫માં એક ખૂબ જાણીતા પેરાસાઇકોલોજિસ્ટ મિસિસ લ્યુકાઇલ વોરેનને આ લાઇબ્રેરીમાં તપાસ અને રિસર્ચ કરવા બોલાવવામાં આવ્યાં હતાં. તેમનું મંતવ્ય અને રિસર્ચ કંઈક અલગ છે. તેઓ કહે છે કે મિસિસ વોરેને આ લેડીનું ભૂત સૌ પ્રથમ ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીના હિસ્સામાં જોયું હતું. તેમણે પોતાના રિસર્ચ પેપરમાં આ ભૂત વિશે એટલી ઝીણવટભરી માહિતી આપી છે કે આ ભૂતની હેર સ્ટાઇલ, કપડાં અને તેમની સ્ટાઇલ સુધ્ધાં તેમણે તેમાં લખ્યાં છે. તેઓ લખે છે કે આ લેડી ભૂત ૧૯મી સદીની શરૂઆત પહેલાંના સમયનું હોય તેવું લાગે છે. તેઓ કહે છે લેડી ઇન ગ્રે એટલી શરમાળ છે કે તે તેમની સાથે વાત પણ કરી શકતી નહોતી અને સતત વોટરપુલ સામે તાકી રહી હતી. લેડી ઇન ગ્રેની આ વર્તણૂકથી વોરેનને જે સાઇકોલોજિકલ કોલ આવ્યો તે એ હતો કે આ ઇમારતના બાંધકામ વખતે અહીં એક વોટર કેનાલ હતી. જેમાં પડતું મૂડી આ લેડીએ આત્મહત્યા કરી હતી. જેનું ભૂત આજે પણ તે લાઇબ્રેરીમાં ભટકે છે. મિસિસ વોરેન તો ત્યાં સુધી કહે છે કે તેને ખબર જ નથી કે આ એક લાઇબ્રેરી છે અને તેના મૃત્યુ બાદ અહીં આ ઇમારત બંધાઈ હતી અને આજે આ જ કારણથી તે ખૂબ જ કન્ફયૂઝ હોય તેવું દેખાય છે. લેડી ઇન ગ્રેનું ભૂત સૌ પ્રથમ ૧૯૩૦માં વિલાર્ડ લાઇબ્રેરીના કેરટેકરે જોયું હતું. જ્યારે તે મોડી રાત્રે ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીમાં ગયો હતો, તે વખતે રાતના લગભગ ત્રણ વાગ્યા હતા. કેરટેકર તેને જોઈને એટલો બધો ડરી ગયેલો કે તે બીજે દિવસે ખૂબ બીમાર થઈ ગયો અને તેણે લાઇબ્રેરીની નોકરી પણ છોડી દીધી. ત્યારબાદ તેની જગ્યાએ બીજો કેરેટેકર રાખવામાં આવ્યો.

Thursday 21 May 2015

bhutiya mahel part 2. હવે એ પ્રકાશની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. પ્રકાશની એકદમ નજીક આવતા જ એક ખંડેર જેવું મકાન દેખાયું.... એ ખંડેર જેવા મકાનમાં એક વિશાળ ઓરડો હતો. એ જ ઓરડાની વચ્ચે એક ચબૂતરો હતો. તેની પર માટીનો દીવો મૂકેલો હતો,આ જ દીવાનો એ પ્રકાશ હતો. જે દૂરથી દેખાઈ રહ્યો હતો અને જેનાથી એ ખેંચાઈને છેક ખંડેર સુધી આવી પહોંચ્યો હતો.હજી તો એ ઓરડાની અંદર દાખલ જ થયો હતો,ત્યાં જ અચાનક જ દૂરથી એક સ્ત્રીનો અવાજગૂંજી ઊઠયો.... 'તો વિશાલ! તું આજે આવી ગયો કેમ?'એ અવાજ એટલો ભયાનક અને ખોફનાક હતો કે અગર ડોક્ટરની જગ્યાએ બીજો કોઈ કાચાપોચા દિલનો માણસ હોત તો ત્યાંજ ડરનો માર્યો બેભાન થઈને ઢળી પડત.'કોણ છે... તું સામે કેમ નથી આવતી?'વિશાલ! તું મને ભૂલી જઈ શકે છે, પણ હું તને કઈ રીતે ભૂલી શકું?ડોક્ટર વિશાલ... યાદ કર.... આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે તું કોલેજમાં હતો.... એ સમયે એક યુવતી તને દિલોજાનથી પ્રેમ કરતી હતી.'વિશાલ અવાજના સહારે આમથી તેમ ફાંફા મારી રહ્યો હતો,કે આખરે એ અવાજ કોનો હતો?વિશાલના કપાળ પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા હતા. પરસેવાને લૂંછતાં અને ગળાને સાફ કરતા વિશાલ બોલ્યો, 'હંુ તારી કોઈ પણ વાતનો કંઈ પણ જવાબ આપી શકું તેમ નથી... જ્યાં સુધી તું મારી સામે નહીં આવે....''જમાનો બદલાઈ ગયો છે, વિશાલ,પણ તું ન બદલાયો... તું એ જમાનામાં પણ જિદ્દી હતો.... અને આજે પણ એ જ સ્વભાવ છે. હું તારી સામે આવીશ.... અવશ્ય આવીશ... ડિયર! પણ અત્યારે નહીં... મેં તારી રાહ જોતા જોતા પૂરા ચૌદ વરસ વિતાવી દીધા છેતો તું થોડાંક દિવસોની રાહ નથી જોઈ શક્તો?વિશાલની હિંમત હવે ડબવા લાગી હતી... અને એ પરસેવે રેબઝેબ થવા લાગ્યો હતો. હવે એને થોડો થોડો ડર પણ દિલમાં મહેસૂસ થવા લાગ્યો હતો. અને એના લીધે જ એનું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. આજે જીવનમાં પહેલી વાર જ અમે વિશ્વાસ બેસી ગયો કે,પ્રેતાત્માઓ પણ હોય છે!'વિશાલ! ફરીથી એ સ્ત્રીનો અવાજ ગૂંજી ઉઠયો. હા તો હવે તું આરામથી ઘેર જા... રાત ઘણી વીતી ચૂકી છે. હું વચન આપું છું કે તું જ્યારે અહીં આવીશ,ત્યારે હું તને મારું અસલી સ્વરૂપ અવશ્ય બતાવીશ અને મને જોયા પછી તને તારા દરેક સવાલોના જવાબો આપોઆપ જ મળી જશે.'વિશાલે ખીજભર્યા અવાજમાં કહ્યું, 'તું જે કોઈ પણ હોય,તું ધ્યાનથી સાંભળી લે... હું હવે પછી અહીં ક્યારેય નહીં આવું. મને તારું અસલી શરીર જોવામાં કોઈ રસ નથી.''વિશાલ! આ ઓરડામાં આવીને તેં અતિ ભયાનક ભૂલ કરી છે. હવે તો તું એ જ કરીશ... જે હું ચાહીશ.... તો સાંભળ! પરમ દિવસે અમાસ છે. તો તારે રાતના અગિયાર વાગ્યા સુધીમાં અહીં આવવાનું છે, અને હા... જતાં જતાં એક વાત ધ્યાનથી સાંભળતો જા, તુંપહેલો એક એવો ઈન્સાન છે,જે આ ભૂતિયા ખંડેરમાં આવીને પણ હેમખેમ પાછો જઈ રહ્યો છે. નહીંતર છેલ્લા પંદર વર્ષથી એવો ઈતિહાસ રહ્યો છે કે,અહીંથી ઈન્સાનોની લાશોજ ઉઠાવવી પડે છે. જીવતાં પાછા ફરવાનું ફક્ત તારા નસીબમાં લખાયેલું હતું.''હું જાઉં છું. તું મારું કશું જ બગાડી નહીં શકે. મારી વાટ પરમ દિવસે તો શું,વરસો સુધી જોતી રહેજે. હું પાછો ફરીને ક્યારેય નહીં આવું.''જા વિશાલ અગર મારો પ્રેમ સાચો હશે તો તારે આવવું જ પડશે. કોઈ પણ હિસાબે... પરમ દિવસે અમાસની અંધારી રાતે તારે અહીં આવવું જ પડશે.'વિશાલ એ ભૂતિયા ખંડેરમાંથી નીકળીને સીધો પોતાની મોટરસાઈકલ તરફ આવ્યો. ત્યાં આવીને જોયું તો મોહન ટૂંટિયું વાળીને બેઠો હતો. ડોક્ટર વિશાલ અહીં આવતાં જ એ અંધારાના કારણે ડરી ગયો. અને જોરજોરથી ચિલ્લાવા લાગ્યો. ભૂત... ભૂત... બચાવો.વિશાલે કહ્યું: અરે! શું ગળું ફાડી ફાડીને બૂમો પાડી રહ્યો છે?હું ડોક્ટર વિશાલ છું.'ડોક્ટર વિશાલનું નામ સાંભળતાં જ મોહનના જીવનમાં જીવ આવ્યો. એ રાહતભર્યો શ્વાસ ખેંચતા બોલ્યો, 'ભગવાનની લાખ લાખ અહેસાન માનો કે તમે એ પ્રેતાત્માની ચુંગલમાંથી પાછાં આવી ગયા. નહીંતર આજ દિવસ સુધી ત્યાં જે ગયો છે એ ક્યારેય પાછો ફર્યો નથી. અગર પાછો ફર્યો હશે તો જીવતી લાશ બનીને ફર્યો હશે.વિશાલે મોટરસાઈકલ ચાલુ કરવામાં એક જ કીક મારી,કે એ સ્ટાર્ટ થઈ ગઈ. હેડલાઈટ પણચમકી ઊઠી...આખા રસ્તે એ વિચારતો રહ્યો કે,પ્રેતાત્માએ એને પડકાર ફેંક્યો છે.... કે અમાસની કાળી ભમ્મર રાતે એને આવવું જ પડશે. વિશાલે મનોમન નિશ્ચય કરી લીધો કે, જે કંઈ પણ હોય,પણ હવે એ પોતે આ જગ્યા પર ક્યારેય નહીં આવે.ઘેર આવીને વિશાલ જમીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે એ સૂઈને ઊભો થયો. ત્યારે કંઈક સામાન્ય હતો.બીજા દિવસે અમાસ હતી. આખો દિવસ દર્દીઓ સાથે વીતી ગયો. જેથી સાંજ પડી કે,વિશાલઘર તરફ રવાના થયો. રસ્તામાં કોણ જાણે એને અજબ બેચેની થવા લાગી. ધીરે ધીરે એની વિચારવા અને સમજવાની શક્તિ દૂર થતી ગઈ. ક્યારે એવો મોટરસાઈકલ બીજા રસ્તા પર વાળી લીધી,એની એને ખુદને પણ ખબર નહોતી. એ એ જ જગ્યાએ આગળ વધી રહ્યો હતો. જ્યાં ન જવાની એણે કસમ ખાધી હતી. મોટરસાઈકલ એ જ જગ્યાએ જઈને બંધ થઈ ગઈ,જ્યાં બે દિવસ પહેલાં એ ભયાનક રાતે થઈ હતી. વિશાલ ક્યાં જઈ રહ્યો હતો. એની એને ખુદનેખબર ન હોતી. મોટરસાઈકલ ઊભી કરીને એ ભયાનક ગાઢ અંધકારમાં એ જ ભૂતિયા ખંડેર તરફ આગળ વધવા લાગ્યો. જ્યાંં એ પ્રેતાત્મા એના આવવાની વાટ જોઈ રહી હતી.'આવ વિશાલ આવ.'વિશાલ ગૂમસૂમ હાલતમાં ઓરડામાં દાખલ થયો. અને એ જગ્યાએ જઈને ઊભો રહી ગયો,જે જગ્યાએ દીવો સળગી રહ્યો હતો. 'વિશાલ! એ દીવો ઉપાડી લે...'વિશાલ એ પ્રેતાત્માનાએક એક અક્ષરનું પાલન કરી રહ્યો હતો. એણે દીવો હાથમાં લઈ લીધો.'હવે આગળ વધ અનેસામેની દીવાલ પર એક ખીલી મારેલી છે... એ ખીલીને ખેંચી કાઢ.'વિશાલે એવું જ કર્યું. જેવી ખીલી દીવાલમાંથી ઊખડી ત્યાં જ ખંડેરમાં એક સ્ત્રીનું ભયાનક અટ્ટહાસ્ય ગુંજી ઊઠયું. જોતજોતામાં આખો ઓરડો એક અજબ પ્રકારના અલૌકિક પ્રકાશથી ચમકી ઊઠયો. જ્યાંથી ખીલી ઉખાડવામાં આવી હતી એ દીવાલ પર એક સ્ત્રીનો પડછાયો ઉપસ્યો અને ધીરે ધીરે સ્ત્રીના રૂપમાં ફેરવાઈ ગયો. એ દરમિયાન વિશાલ ભાનમાં પણ આવી ગયો હતો. એની સામે સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી એક જુવાન સ્ત્રી ઊભી હતી. જે ધીમું ધીમું હાસ્ય રેલાવી રહી હતી.'કોણ છે તું?'વિશાલે પોતાના પર કાબૂ મેળવતાં પૂછયું.'વિશાલ! આજે તે મને મુક્તિ અપાવડાવી દીધી છે. હું તારા દરેક સવાલનો જવાબ આપીશ. હું મોના છું. યાદ આવ્યું?આજથી પંદર વરસ પહેલાં આપણે બંને એક કોલેજમાંભણતાં હતા. એકબીજાને પ્રેમ કરતાં હતા. આપણે એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યો હતા. પણ તેં લગ્ન પહેલાં જ મારી સાથે સંબંધ બાંધીને પછી મને તરછોડી દીધી. મારાપેટે બાળક રહી ગયું હોવાથી હું કોઈને મોઢું બતાવી શકવાને લાયક ન રહી. આથી મેં નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. પણ મારો આત્મા તને મેળવવા માટે ભટકવા લાગ્યો. મારા મોત પછી તું ગંભીર રીતે બીમાર હતો. હું તને મારી સાથે લઈ જવા માગતી હતી. મારી પાસે આવવા માટે તારું મોત જરૂરી હતું. એ દરમિયાન એક તાંત્રિકેમને અમુક સીમાઓથી બાંધી દીધી. હું ફક્ત તને ચાહતી હતી. પણ તાંત્રિકે મને કેદ કરીને આ સૂમસામ ખંડેરમાં લાવીને આ ખીલી સાથે દાટી દીધી. મને ફક્ત અમાસની રાતે જ મુક્તિ મળી શકે તેમ હતું. એટલે જ મેં તને અમાસની રાતે બોલાવીને તારા જ હાથે ખીલી કઢાવવાનું આ શુભ કામ કરાવ્યું.વિશાલ આવેશમાં આવી જઈને બોલ્યોઃ'હવે તું શું ચાહે છે? આટલા લોકોને તો મારી નાખ્યા,હજી તારી ભૂખ નથી સંતોષાઈ?'ખોટી વાત. મેં ક્યારેય કોઈને માર્યા નથી.હા,અહીં આ ઓરડામાં જે કોઈ આવ્યું. એને મેં અમુક સવાલ જરૂર કર્યા. અને અમાસની રાતે અહીં આવવાનું આમંત્રણ આપ્યું. પણ એમની કમનસીબી કહો કે, આ સૂમસામ ખંડેર પર એએક સ્ત્રીનો અવાજ સહન ન કરી શક્યા અને મરી ગયા એમાં મારો શું વાંક હતો?''હા... તો તું મારી પાસે શું ઈચ્છે છે?' વિશાલે પૂછયું.'તારું મોત. મારાથી દૂર રહીને હું ભટકતી રહીશ. મને ફક્ત તારું મોત જ આ પ્રેતયોનિમાંથી મુક્તિ અપાવી શકે છે. હા... હા... હા... વિશાલ... હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે...'બીજા દિવસે સવારે વિશાલની લાશ એ સૂમસામ ખંડેરના ઓરડામાંથી મળી આવી. લોકોએ એનેપ્રેતાત્માનો બદલો ગણાવ્યો. એ દિવસ પછી આજે વરસો બાદ પણ એ ભૂતિયા ખંડેરની આસપાસ કોઈને એ પ્રેતાત્મા દેખાઈ નથી.

Wednesday 20 May 2015

ટીનેજર્સ અને યંગસ્ટર્સ અત્યારે એક વિચિત્ર પ્રકારના'સેલ્ફી કલ્ચર'માં જીવે છે. સેલ્ફી આમ તો નિર્દોષ પ્રવૃત્તિ છે. દરેક પ્રવૃત્તિ એની મર્યાદામાં થાય ત્યાં સુધી જ નિર્દોષ,સહજ અને સ્વીકાર્ય હોય છે. અતિરેક અધોગતિ નોતરે છે. છેલ્લા થોડા સમયમાં સેલ્ફીના જે કિસ્સાઓ બહાર આવ્યા છે એ પછી સાઇકોલોજિસ્ટ્સે સેલ્ફીમાં સાવધાની વર્તવાની સલાહ આપી છે. સેલ્ફીનો ક્રેઝ ગાંડપણની હદ સુધી વકરતો જાય છે. સુંદર સેલ્ફી માણસને ર્નાર્સિસ્ટ બનાવે છે,બીભત્સ સેલ્ફી આફત નોતરે છે અને જો પૂરતી સમજ ન હોય તો સેલ્ફીના કારણે ડિપ્રેશન પણ આવી જાય છે. સેલ્ફી લો, અપલોડ કરો,લાઇક્સ અને કમેન્ટ્સ પણ મેળવો પણ જરા સંભલ કે!બ્રિટનમાં એક યંગસ્ટર્સે હમણાં આપઘાતનો પ્રયાસ કર્યો. કારણ શું હતું?એની સેલ્ફી સારી આવતી ન હતી! આ છોકરો દરરોજ દસ કલાકથી વધુ સમય મોબાઇલ પર બિઝી રહેતો. સારી સેલ્ફી આવે એટલે તેણે બાર કિલો વજન ઘટાડયું હતું. આખો દિવસ ફોન સાથે ચોંટેલો રહેતો હોવાથી એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મા-બાપ સાથે પણ એ ઝઘડા કરતો! બહુ મહેનત કરવા છતાં એની સેલ્ફી સારી ન આવતાં આખરે એણે આપઘાતનો પ્રયાસ કર્યો. સદ્નસીબે એ બચી ગયો. તેને માનસિક સારવાર આપવામાં આવી. એછોકરાએ કહ્યું કે હું દરરોજ ઓછામાં ઓછી ૨૦૦ સેલ્ફી લેતો હતો! સાઇકિયાટ્રિસ્ટ્સનું કહેવું છે કે તેને ફ્રેન્ડ્સનું સતત'એપ્રૂવલ'જોઈતું હતુંકે તે સુંદર છે! એને એ સમજ જ ન હતી કે એ જોખમી રમત રમી રહ્યો છે!આપણે ત્યાં પણ એવા અસંખ્ય ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે જે દરરોજ પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલાવે છે. ઘણા તો દિવસમાં ત્રણ-ચાર વાર પણ ફોટો ચેઇન્જ કરતાંરહે છે. એ ક્યાંય પણ જાય તો સેલ્ફી લેવામાં જ બિઝી હોય છે. એને બીજી કંઈ જ પડીહોતી નથી. મેરેજમાં જશે તો ડેકોરેશન પાસે ઊભા રહીને સેલ્ફી લેતા હશે. મોલમાં તો આવાં દૃશ્યો કોમન થઈ ગયાં છે.શ્રીલંકાના એલન નામના યુવાને થોડા દિવસ અગાઉ જ તેના કાકાની ડેડબોડી સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ સેલ્ફીની બહુ ટીકા થઈ. અમેરિકામાં એક ટીનેજર છોકરીએ સેમી ન્યૂડ સેલ્ફી લઈ અપલોડ કરીને લખ્યું હતું કે,એમ આઈ નોટ બ્યુટીફૂલ?ઇન્સ્ટાગ્રામ ઉપર હોલિવૂડ અભિનેત્રીઓની અસંખ્ય ન્યૂડ સેલ્ફી અપલોડ થઈ છે. એક કપલે સેક્સ પછીની સેલ્ફી અપલોડ કરી હતી. સવાલ એવો થાય કે માણસ આખરે શા માટે આવું કરતો હશે? જવાબ સીધો અને સટ છે. બધાંને 'એપ્રૂવલ' જોઈએ છે, બધાંને રેકગ્નિઝેશન જોઈએ છે, બધાંને લાઇક્સ જોઈએ છે, બધાંને કમેન્ટ્સ જોઈએ છે, બધાંને નોટિસ થવું છે!હવે એક બીજી વાત સાંભળો. અમેરિકામાં એક યંગ ગર્લે પોતાની સેલ્ફી લઈ અપલોડ કરી.તેના ટીખળી ફ્રેન્ડ્સે એવી કમેન્ટ્સ કરી કે તારું નાક ત્રાંસું છે,તારો હુલિયો ભંગાર છે,તૈયાર થવાની તને તમીઝ જ નથી. આ છોકરી આવી કમેન્ટ્સ વાંચી ડિપ્રેશનમાં સરી ગઈ. તેનું કાઉન્સેલિંગ કરવું પડયું કે બ્યુટી જ બધું નથી. આવડત અને નોલેજથી માણસની ઓળખ સાબિત થાય છે. માણસ સહાનુભૂતિ મેળવવા માટે પણ સેલ્ફી અપલોડ કરતાં હોય છે. અમેરિકાના અલાબામાની ટાઉની વિલોધબી નામની યુવતી અત્યંત સ્વરૂપવાન હતી. અચાનક તેને સ્કિનનું કેન્સર થયું. તેના મોઢા પર લોહીનાંલાલ ચકામાં ઉપસી આવ્યાં. તેણે પોતાની સુંદર તસવીર સાથે કેન્સરનાં ચકામાંવાળી તસવીર અપલોડ કરી અને અરેરાટી મચી ગઈ. ટાઉનીની તસવીર પચાસ હજાર વખત શેર થઈ! આ યુવતીએ લોકોની સહાનુભૂતિ બદલ આભાર માન્યો હતો!સેલ્ફી લેવાની લાયમાં મરી ગયા હોય એવા તો અનેક કિસ્સા છે. હજુ ગયા અઠવાડિયાની જ વાત છે. રોમાનિયાની અના ઉરસુ નામની ૧૮ વર્ષની છોકરી સેલ્ફી લેવા માટે ટ્રેનના ડબાની ઉપર ચડી. એના હાઇ વોલ્ટેજ વાયરને અડી ગઈ અને તરત જ તેનું મોત થયું. આપણા દેશમાં જ ત્રણ ટીનેજર છોકરી પાછળ ટ્રેન આવતી હોય એવી સેલ્ફી લેવા પાટા ઉપર ઊભી હતી. મોબાઇલ સામે જોવામાં તેને ભાન જ ન રહ્યું કે ટ્રેન સાવ નજીકઆવી ગઈ છે. આ ત્રણેય ટ્રેન નીચે કપાઈ ગઈ હતી. મેક્સિકોનો એક યુવાન પોતાના કપાળે ગન રાખીને સેલ્ફી લેતો હતો. ફોટો ક્લિક કરવા જતાં ગનની ટ્રિગર દબાઈ ગઈ અને તેનું ત્યાંને ત્યાં મોત થયું. રશિયામાં ૧૭ વર્ષની એક છોકરી એક પુલ ઉપરથી સેલ્ફી લેતી હતી. તેણે બેલેન્સ ગુમાવ્યું અને એ સીધી નીચે પાણીમાં પડી અને ડૂબીને મરી ગઈ.મુંબઈની એક કોલેજના પ્રોફેસરે કહ્યું કે,અત્યારની જનરેશન 'ટેક્નોલોજી એડિક્ટ'થઈ ગઈ છે. તેને મોબાઇલ,ટેબલેટ કે લેપટોપ વગર ચાલતું નથી. સ્કૂલ અને કોલેજમાં મોબાઇલ લાવવાની મનાઈ ફરમાવાઈ હોવા છતાં સ્ટુડન્ટ્સ લાવે છે. બાઇકની ડિકીમાં અથવા કારમાં મૂકીને આવે છે. તપાસ કરીએ તો એક કરતાં વધુ ફોન મળી આવે છે. અમારી એક લિમિટ હોય છે. એક હદથી વધુ અમે યંગસ્ટર્સને કંઈ કહી શકતા નથી. ખરું ધ્યાન તેનાં પેરેન્ટ્સે રાખવાનું હોય છે. મોંઘા ફોન લઈ આપો તેનો કંઈ વાંધો નથી પણ છોકરાંવ તેનો કેવો ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.દિલ્હીના એક સાઇકોલોજિસ્ટ કહે છે કે,સેલ્ફી લેવામાં યંગસ્ટર્સ એટલા બધા એન્ગેજ હોય છે કે એ ઘટનાને ફીલ જ કરી શકતા નથી. ફોટા જ લેતા હોય છે. અરે,તમે જ્યાં છો એનો અહેસાસ તો કરો! ઝરણાં સાથે ફોટો લેવો એક વાત છે અને ઝરણાને ફીલ કરવું એ બીજી વાત છે. કોઈ પણ પાર્ટીમાં તમે જાવ તો તમને લોકો સેલ્ફી લેતાં જ જોવા મળે. હવે તો યંગસ્ટર્સ સેલ્ફી સ્ટિક પણ સાથે જ રાખવા માંડયા છે!અમેરિકાના મીડિયા સાઇકોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. પામેલા રૂટલેગ કહે છે કે,જેની સેલ્ફી સારી આવે છે એના ઉપર 'ર્નાર્સિઝમ'માં સરી પડવાનો ભય રહે છે. હું સુંદર છું, બ્યુટીફૂલ છું, સેક્સી છું,હેન્ડસમ છું એવા વહેમમાં આવી જાય છે. અને જેની સેલ્ફી સારી નથી આવતી એ પોતાને નબળો સમજવા માંડે છે. આમ,સેલ્ફીમાં બંને તરફનું જોખમ રહે છે. ટીનેજર્સમાં એટલી સમજ નથી હોતી કે નેગેટિવકમેન્ટ્સને કેવી રીતે ટેકલ કરવી! એને તરત લાગી આવે છે. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડો. એન્ડ્રિયા લેશમેન્ડી કહે છે કે કેવી સેલ્ફી લેવી અને કેવી સેલ્ફી ન લેવી એની સમજ પણ હવે જરૂરી બની ગઈ છે. તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે કેવી હરકતમાં સેલ્ફી લો છો અને અપલોડ કરે છો તેના ઉપરથી લોકો તમારું માપ કાઢતાહોય છે અને તેનાથી તમારી એક ઇમેજ બંધાતી હોય છે. જે લોકો દરરોજ સેલ્ફી અપલોડ કરે છે એના વિશે પાછળથી તો એવી જ વાતો થતી હોય છે કે હાલી નીકળ્યા છે, બીજું કોઈ કામ જ નથી, પોતાને હીરો કે હિરોઇન સમજે છે! લાઇક કરનારા પણ ટીકા કરતાં હોયછે!સેલ્ફીનો ક્રેઝ જોઈને લોકોને આકર્ષવા હવે તો સેલ્ફીની એપ પણ આવી ગઈ છે. આ એપ માણસ હોય એના કરતાં સારા દેખાય એવી તસવીર ખેંચી આપે છે. સામાન્ય સંજોગોમાં તો પોતાના હાથે જ સેલ્ફી લેવાની હોવાથી અને ડિસ્ટન્સ ઓછું હોવાથી સેલ્ફી સારી આવતી નથી,એટલે ઘણાં લોકો સેલ્ફી અપલોડ કરવાનું ટાળે છે. જોકે,યંગસ્ટર્સ લાંબો વિચાર કરતાં નથી. એ તો ફટ દઈને સેલ્ફી અપલોડ કરી દે છે. સેલ્ફી માટે મેકઅપ, ડ્રેસ,પોઝ અને પ્લેસ મહત્ત્વનાં ગણાય છે. સેલ્ફી માણસનો'મૂડ એક્સપ્રેસ' કરે છે. જોકે,માણસ ડિસ્ટર્બ હોય ત્યારે સેલ્ફી લેવાનું ટાળે છે.તમે સેલ્ફી લેતી વખતે શું વિચારો છો?શા માટે સેલ્ફી લો છો?સાઇકોલોજિસ્ટ્સ કહે છે કે આ અને આવા બીજા પ્રશ્નોના જવાબ માણસની માનસિકતા છતી કરે છે. મનોચિકિત્સક જોકે એમ પણ કહે છે કે સેલ્ફીના ઘણા ફાયદા પણ છે. સેલ્ફીથી માણસ ઇન્ટરેક્ટ કરતો થાય છે. તમે સેલ્ફી અપલોડ કરો પછી કોઈ કમેન્ટ્સ કરે તો તમે તેને જવાબ આપો છો. થેંક્યુ કહો છો. ક્યાંનો ફોટો છે એમ પૂછે તો જવાબ આપો છો. એરીતે માણસ ઇન્ટરેક્શન શરૂ કરે છે અને થોડોક એક્સ્ટ્રોવર્ટ થાય છે. ઘણા લોકોને વળી એકલાની સેલ્ફી લેવાનું ગમતું નથી. એવા લોકો પોતાના ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ સાથે સેલ્ફી લે છે. તેનાથી થોડુંક એટેચમેન્ટ પણ વધે છે. તમે જેની સાથે સેલ્ફી લો તેને એવું લાગે છે કે આ વ્યક્તિને મારી કદર છે. હું તેના માટે ઇમ્પોર્ટન્ટ છું.
જિંદગી અને મૃત્યુનો સિલસિલો ચાલતો જ રહે છે. કહેવાય છે કે જેમણે આ ધરતી પર જન્મ લીધો છે, તેમનું મરવાનું નિશ્ચિત છે. ઘણા બધા એવા લોકો પણ છે, જે એ વાત ઉપર પણ વિશ્વાસ કરે છે કે પેદા થતાં પહેલાં જ એ નિર્ધારિત થઈ જાય છે કે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ ક્યાં, કેવી રીતે અને ક્યારે થશે. એટલું જ નહીં પૂર્વજન્મ અને પુનર્જન્મ પર વિશ્વાસ કરનાર બહુ જ આસાનીથી મળી જાય છે. કેટલાક એવા પણ લોકો છે જેઓ અતૃપ્ત અને અશાંત આત્માઓને ઇન્સાની દુનિયામાં હોવાની વાતને માને છે. પરંતુ એક સવાલ કોઈકના મગજમાં પણ આવેલો છે કે આખરે જિંદગી અને મૃત્યુના આ સિલસિલાની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ? આમ તો વિભિન્ન દેશોમાં આ વિષયને સાંકળતી અલગ અલગ વાર્તાઓ છે, પરંતુ આજે આપણે અંદામાન દ્વીપસમૂહના નિવાસીઓની વચ્ચે બહુ જ ચર્ચાસ્પદ એક એવી ઘટના વિશે જાણીશું, જેનો સંબંધ જિંદગી અને મૃત્યુના ચક્રવ્યૂહ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અંદામાન દ્વીપસમૂહ પર રહેનારી વ્યક્તિ, પરામુરુદ પહેલો એવો મનુષ્ય હતો જેણે જિંદગી પછી મૃત્યુનો સ્વાદ ચાખ્યો હતો. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે પોતાના મૃત્યુ પછી તે ભૂત બનીને પાછો પણ આવ્યો હતો. સાંભળવામાં ભલે આ બધું તમને એક ટાઇમપાસ જેવું લાગે, પરંતુ સ્થાનિક લોકો અનુસાર પરામુરુદના મરવાની પાછળ એક બેહદ દર્દભરી વાત છુપાયેલી છે. અંદામાન દ્વીપસમૂહ પર પરામુરુદ પોતાની માતા અને ભાઈ સાથે રહેતો હતો. એક વાર પરામુરુદ શિકાર કરવા ગયો હતો, પરંતુ તે કોઈ પણ જાનવરને મારી શકવામાં સફળ થયો નહોતો અને તેને ખાલીહાથે પાછા ફરવું પડયું હતું. તેની માતાને બહુ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેમ છતાં પણ તે ઘરમાં પહેલેથી જ રાખેલું માંસ પરામુરુદ સામે લઈ આવી અને તેને માંસ કાપવાનું કહ્યું. પરામુરુદ માંસ કાપવા લાગ્યો ત્યાં જ તે ધારદાર ચાકુ તેના પોતાના હાથમાં વાગી ગયું અને આ બધું જોઈને તેની માતાએ તેને કહ્યું, "તું મરી ગયો છે, અમે તને અમારી સાથે જોવા નથી માગતાં, આથી તું અહીંયાંથી દૂર જતો રહે." અસફળ શિકારમાંથી પાછા આવ્યા બાદ આમ પણ તેની માતા બહુ જ ગુસ્સામાં હતી. આથી તે પોતાના બીજા દીકરા સાથે પરામુરુદને જબરજસ્તીથી દફનાવવા માટે નીકળી ગઈ. પરામુરુદને જમીનમાં દાટી દીધા પછી તેઓ જ્યારે ઘરમાં પાછાં ફર્યાં તો પરામુરુદ પહેલેથી જ ઘરમાં હાજર હતો. તેણે પોતાની માતાને પૂછયું કે, "હું મરી નહોતો ગયો તો તમે મને કેમ જમીનમાં દફનાવી દીધો?" તેની માતાએ તેને કહ્યું કે, "હવે આ ઘરને તારી જરૂર નથી, આથી તારું મરવું જ બધા માટે યોગ્ય છે." માતા અને ભાઈએ મળીને કેટલીય વાર પરામુરુદને દફનાવવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે તે મોતના મોંમાંથી પાછો આવી જતો હતો. વારંવાર પ્રયત્ન કરવાને કારણે પરામુરુદની માતા પરેશાન થઈ ગઈ અને તે એને જંગલમાં લઈ ગઈ અને ત્યાં એક ઝાડને કાપીને તેણે પોતાના દીકરાને તેની અંદર જઈને આત્માઓ અને શેતાની તાકાતોની ચીસો સાંભળવાનું કહ્યું. પોતાની માતાની વાત સાંભળીને પરામુરુદ ઝાડની અંદર જતો રહ્યો અને જ્યારે તેણે શેતાની શક્તિઓ હોવાનો આભાસ થવા લાગ્યો તો તેની માતાએ તેને મરી ગયેલો જાહેર કર્યો. આ ઘટનાના થોડા દિવસ પછી પરામુરુદ ભટકતા આત્માના રૂપમાં પોતાના ઘરે પાછો આવી ગયો અને પોતાની માતા અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. અંદામાન દ્વીપસમૂહના લોકો આ દર્દનાક મોતને જ જીવન પછી થતા મૃત્યુનો આધાર માને છે.
ભૂતપ્રેત એવી બાબત છે જેના પર કેટલાંક લોકો વિશ્વાસ કરે છે તો કેટલાંક તેને અંધવિશ્વાસમાં ખપાવે છે, પરંતુ ખરી વાત તો એ છે કે જેના પર વીતે તે જ જાણે. દુનિયાભરમાં એવાં કેટલાંય સ્થળો છે જ્યાં ભૂતપ્રેતનો વાસ છે. આમાંથી એક ચીનની દીવાલ પણ છે. પ્રવાસીઓએ અહીં ભૂતાવળ ભટકતી હોવાનું જણાવ્યું છે ચીનની ગ્રેટ દીવાલ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે. આ દીવાલનું બાંધકામ અનેક શાસકોના રાજમાં સદીઓ સુધી ચાલ્યું હતું. આ દીવાલની વિશાળતાનો અંદાજ એ બાબત પરથી જ આવી જાય કે, તેને અંતરીક્ષ સ્ટેશન પરથી પણ જોઈ શકાય છે. ક્યાંક એવા પણ દાવા થયા છે કે ચંદ્ર પરથી પણ ચીનની દીવાલને જોઈ શકાય છે. હશે! તે ક્યાંથી દેખાય છે કે ક્યાંથી નથી દેખાતી તે મહત્ત્વની વાત નથી, પરંતુ પૃથ્વી પર માનવ ર્નિિમત આ સૌથી લાંબી ને વિશાળ દીવાલ છે. ચીનની દીવાલના નિર્માણ દરમિયાન લાખો મજૂરો તથા સૈનિકોનાં મૃત્યુ પોતાનાં ઘરોથી હજારો માઈલ દૂર આ દીવાલની આસપાસ થયેલી દુર્ઘટનાઓમાં થયાં હતાં. હજારો વર્ષોમાં લાખો લોકો કમોતે મર્યા હોવાથી તેઓ ભૂત થયા છે. ચીનની દીવાલ ફરવા આવેલા અનેક પ્રવાસીઓને વિચિત્ર અનુભૂતિઓ થઈ હોવાનું તેઓ જણાવે છે. જેમ કે, ધૂંધળી આકૃતિઓ દેખાવી, અચાનક કોઈ અદૃશ્ય શક્તિ પોતાને જકડી રહી હોય તેવું લાગવું. કેટલાંક પ્રવાસીઓએ તો એટલે સુધી કહ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને થપ્પડ પણ મારી છે. વર્ષોથી અનેક પ્રવાસીઓના આવા અનુભવોને કારણે ધી ડેસ્ટિનેશન ટ્રૂથ નામની એક સંસ્થાએ ચીનની ગ્રેટ દીવાલ સાથે સંબંધિત રહસ્યમયી ઘટનાઓ વિશે સર્વેક્ષણ કર્યું. બીજિંગની ઉત્તર તરફ સ્થિત દીવાલના ભાગને 'વાઇલ્ડ વોલ' તરીકે ઓળખવામાં આવે છે તથા આ એ જ ભાગ છે જેને ભૂતાવળનું ક્ષેત્ર માનવામાં આવે છે. પોતાના સર્વેક્ષણ દરમિયાન આ સંસ્થાના સદસ્યોને રાત્રિના સમયે વાઇલ્ડ વોલની આસપાસ વર્ષોથી ઉજ્જડ પડેલા સૈનિક બેરેકમાંથી કેમ્પફાયરના ધુમાડા નીકળતા જોયા, પરંતુ ત્યાં કોઈ હતું જ નહીં. ત્યાં તેજ પ્રકાશના બે ગોળા પણ જોવા મળ્યા. કોઈના ચાલવાનાં પગલાંનો અવાજ પણ સાંભળવા મળ્યો. જોકે, તેમણે દાવો કર્યો કે ત્યાં તેમના સિવાય કોઈ જ નહોતું. આ જ ટીમના એક સભ્ય જોશ ગેટ્સને કોઈએ તેમને જકડી રાખ્યા હોય તેવો અનુભવ થયો તથા તેમની પીઠ પર લટકાવેલી બેગનું બટન ખોલીને તેમનો સામાન કોઈ ખરાબ રીતે ઊથલપાથલ કરીને જોઈ રહ્યું હોય તેવું લાગ્યું. ત્યારબાદ બેગ જમીન પર મૂકીને બધાએ જોયું તો તેમણે ગોઠવેલો બધો જ સામાન અસ્તવ્યસ્ત થઈ ગયેલો હતો. બેગની અંદરના એક ખાનાની વસ્તુ બીજા ખાનામાં મળી હતી, જ્યારે તે તો બંધ જ હતી. આમ, ગ્રેટ વોલ ઓફ ચાઇનાના વાઇલ્ડ વોલ ભાગમાં ભૂત હોવાની લોકોની વાત સાચી જણાઈ. જોકે, ચીનની દીવાલના ભૂતોએ ક્યારેય કોઈને મોટું નુકસાન પહોંચાડયું હોય કે મોત આપ્યું હોય તેવું ક્યારેય બન્યું નથી.

 Bhutiya mahel. Part 1રાતના લગભગ અગિયાર વાગી ગયા હતા. શિયાળાની અંધારી રાત હતી. સડક એકદમ સૂમસામ હતી. ડોક્ટર વિશાલ દર્દીને જોયા પછી ઘેર પાછા ફરવાની તૈયારીમાં હતો. ત્યાં જ ગામના અમુક વડીલોએ ડોક્ટર વિશાલને કહ્યું, 'ડોક્ટર સાહેબ બહુ મોડું થઈ ગયું છે, તમે આજની રાત અહીં જ રોકાઈ જાવ. સવારે નિરાંતે ચાલ્યા જજો.'
'અરે! તમે ચિંતા ન કરો. શહેર અહીંથી માત્ર પચ્ચીસ કિ.મી. જ દૂર છે. હું તો મોટરસાઈકલ પર પોણો કલાકમાં તો પહોંચી જ જઈશ.'
'તમે પોણો કલાકમાં ઘરે તો પહોંચી જશો, પણ કદાચ તમને ખબર નથી, તમે અહીંથી દસેક કિ.મી. દૂર જશો ત્યાં નાળા પાસે એક ખંડેર જેવું મકાન આવે છે. એ ભૂતિયા ખંડેરના નામે ઓળખાય છે. એ ખંડેરની આસપાસમાં એક પ્રેતાત્મા ભટકે છે. ડોક્ટર સાહેબ! તમે અમારું કહેવું માની જાવ. ક્યાંક એવું ન બને કે એ પ્રેતાત્મા તમારો રસ્તો રોકી લે. અને પછી...'
'હું એવા પ્રેત-બ્રેત પર વિશ્વાસ નથી કરતો. આ બધો તમારો વહેમ છે. તમે બેફિકર રહો, હું હેમખેમ પહોંચી જઈશ. મારી જરાપણ ચિંતા કરશો નહીં.'
'ડોક્ટર સાહેબ! તમે મારી પત્નીનો જીવ બચાવ્યો છે. હવે હું તમને એ ભૂતિયા ખંડેરના રસ્તે થઈને એકલા તો હરગીઝ જવા નહીં દઉં. હું પણ તમારી સાથે આવું છું. હું ત્યાં મારી બહેનને ત્યાં રોકાઈ જઈશ.'
'જો મોહન! તું ખોટી ચિંતા કરે છે. છતાંય જો તારે આવવું જ હોય તો મને કોઈ જ વાંધો નથી. ચાલ! આજે તો હું પણ એે ભૂતિયા ખંડેર જોવા માગું છું.'
ત્યાર પછી ડોક્ટર વિશાલે પોતાની મોટરસાઈકલ ચાલુ કરી અને મોહન પાછળ બેસી ગયો. રાતના અંધારાને ચીરતી એ સૂમસામ જગ્યાની ખામોશી તોડતી ડોક્ટર વિશાલની મોટરસાઈકલ આગળ વધી રહી હતી.
'ડોક્ટર સાહેબ! એ ભૂતિયા ખંડેર નજીક આવી રહ્યું છે. જુઓ એ નાળા અને ખંડેરની આસપાસમાં એ પ્રેતાત્મા રહે છે.' 'ગભરા નહીં, મોહન! કશું જ નથી. આ બધો તમારા લોકોનો વહેમ છે. હું આ બધાને નથી માનતો'.
પણ... આશું ?! હજી તો ભૂતિયું ખંડેર થોડું દૂર હતું... ત્યાં જ અચાનક મોટરસાઈકલની હેડલાઈટ બંધ થઈ ગઈ. અંધારામાં રસ્તો પણ દેખાતો નહોતો. અત્યારે એ લોકો એ નાળાના પૂલ પાસે પહોંચ્યા હતા. ડોક્ટર વિશાલે પોતાની મોટરસાઈકલ ઊભી રાખીને પોતાના કિટ બોક્સમાંથી એક ટોર્ચ કાઢી અને મોહનને હાથમાં આપતાં કહ્યું, 'તું ટોર્ચ પકડીને આગળ રોશની ફેંકતો રહે. લાગે છે કે, હેડલાઈનના બલ્બનો ફ્યુઝ ઊડી ગયો છે.'
ટોર્ચની રોશનીના સહારે મોટરસાઈકલ થોડી દૂર સુધી જ આગળ વધી હશે, ત્યાં અચાનક જ મોટરસાઈકલ જ એકદમથી બંધ પડી ગઈ. ડોક્ટર વિશાલે નીચે ઉતરીને, મોટરસાઈકલ ચાલુ કરવાની બધીયે કોશિશ કરી નાખી પણ મોટરસાઈકલ ચાલુ થવાનું નામ જ નહોતી લેતી. મોહનને તો જાણે પરસેવાથી ન્હાઈ ઊઠયો હતો. અને થોડી થોડી ધ્રૂજારી પણ અનુભવી રહ્યો હતો.
ડોક્ટર વિશાલે આસપાસના દૃશ્યનું નિરીક્ષણ કરવા માટે મોટરસાઈકલને એક તરફ ઊભી કરી દીધી. અને મોહનને સાથે લઈ ચાલવા લાગ્યો. મોહનના તો હવે હાથપગ ધ્રૂજવા લાગ્યા હતા એ સાવ ધીમા અવાજમાં બબડયો : 'ડોક્ટરસાહેબ! મારું કહ્યું માની જાવ અને તમે શહેરમાં જવાનું માંડી વાળો. અને અહીંથી જ તમે મારી સાથે પાછા વળો. મને તો આ બધી કરતૂત એ પ્રેતાત્માની જ જણાય છે. તમે તમારી જિદ છોડી દો. નહીંતર આપણે બંને નાહકના કમોતે મરીશું!'
વિશાલે મોહનને કહ્યું, 'મોહન! મને તું ફક્ત એ ભૂતિયા ખંડેર બતાવી દે... હું આજે એ પ્રેતાત્માને મળ્યા વિના નહીં જાઉં.
'ડોક્ટર સાહેબ! તમે સમજતાં કેમ નથી. એ ખંડેરમાં જે કોઈ ગયું છે એ ક્યારેય પાછું ફરીને નથી આવ્યું અને જે પાછો ફર્યો છે, તો એ પણ એવી હાલતમાં કે હવે એને જીવતી લાશ જેવું જીવન જીવવું પડે છે. મારા જ ગામના બે ત્રણ જણા છે, જે આ ભૂતિયાખંડેરમાં જવાની હિંમત કર્યા પછી હવે એ ભૂતના હત્યાચારોનું પરિણામ ભોગવી રહ્યા છે.'
'સારું મોહન! તું એક કામ કર. મોટરસાઈકલ પાસે ઊભો રહી જા... એ દરમિયાન અગર કોઈ વાહન નીકળે, તો તું એને રોકીને પાછો તારા ગામ ચાલ્યો જજે. પણ મહેરબાની કરીને તું હવે મને ભૂતિયા ખંડેરમાં જવાની મનાઈ ન કરતો. આજે હંું તમારા લોકોના વ વહેમનો નિકાલ કર્યા વિના પાછો ફરવાનો નથી.'
હજી તો એ બંને અંધારામાં વાતચીત કરી જ રહ્યા હતા. ત્યાં જ સડકની બીજી તરફ ઝાડના ઝુંડની વચ્ચે એક ઝાંખો પ્રકાશ ચમકતો દેખાયો... 'એ જુઓ સાહેબ! એ પ્રેતાત્મા એ જગ્યાએ રહે છે... તમારી મોટરસાઈકલ બંધ થવી.... પછી એ વેરાન જંગલમાં દૂર દૂર સુધી માણસોની કોઈ વસ્તી નથી. એવી જગ્યાએ એકાએક આ રીતે પ્રકાશ દેખાયો.... શું હજુ પણ તમને વિશ્વાસ નથી બેસતો... કે આ બધું એ જ પ્રેતાત્માના ઈશારા પર થઈ રહ્યું છે.'
'ઠીક છે... કદાચ તું સાચું કહી રહ્યો છે. પણ હું ક્યારેય નતો ભૂતપ્રેતમાં માનતો હતો કે ન માનીશ.... તું જા હું જોઉં છું એ પ્રેતાત્માનો ઢોંગ કરીને કોણ છે જેને તમારું જીવન હરામ કરી નાખ્યું છે?'
વિશાલ એ જ દિશામાં આગળ વધવા લાગ્યો. જ્યાં એ આછો પ્રકાશ ટમચમી રહ્યો હતો. જમીન પર પડેલાં સૂકા- પાંદડા પર પગ પડવાથી ઊઠતો કર્કશ અવાજ વાતાવરણને વધારે ભયજનક બનાવી see part .2
Lહોલિરુડ મહેલ બ્રિટનની મહારાણીનું સ્કોટલેન્ડ ખાતેનું સરકારી નિવાસ છે. અહીં વર્ષભર લાખો પ્રવાસીઓ આવે છે, પરંતુ તેમના આવવાનું કારણ માત્ર રાણીનો મહેલ જ નહીં, ત્યાં ભટકતાં ભૂત છે. મહેલમાં અનેક લોકોને વિચિત્ર અનુભવો થાય છે. અચાનક માથું દુખે છે, ભૂતોનાં પગલાંનો અવાજ સાંભળવા મળે છે, તેમની આહટનો અહેસાસ થાય છે. મહેલમાં એક રૂમ એવો છે જ્યાં લાગેલા લોહીના ધબ્બા કોઈ પણ રીતે સાફ થતા નથી. આ મહેલ પહેલેથી આટલો ડરામણો નહોતો. હોલિરુડ મહેલના ભૂતિયા મહેલ બનવા પાછળ ૪૦૦ વર્ષ જૂની એક ઘટના જવાબદાર છે.
બ્રિટનની મહારાણી એલિઝાબેથનો મહેલ હોલિરુડ કાસલ જેટલો ઐતિહાસિક છે એટલો જ રહસ્યમયી પણ છે. આજ સુધી જેણે પણ આ કિલ્લા કે મહેલમાં પગ મૂક્યો છે તેની સાથે કંઈક ને કંઈક અજીબ જરૂર થયું છે. કોઈનો સામનો રૂહ કંપાવી દેવાના ખોફ સાથે થયો તો કોઈને વિચિત્ર રીતે અણધાર્યા ઘા મળ્યા છે. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં આવેલ હોલિરુડ મહેલ ને કિલ્લામાં પહેલાંનાં રાજા-રાણીઓનો આત્મા ભટકે છે અને જ્યાં જુઓ ત્યાં ભૂત જ ભૂત છે. આ ભૂત આખાય મહેલ ને કિલ્લામાં ખૂબ ધમાચકડી કરે છે. અહીં આવનારા મોટાભાગના પ્રવાસીઓ મહેલમાં ભૂત હોવાની વાત જણાવે છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે એક નહીં, પણ વીસ-વીસ લોકો એક જ પ્રકારના ભૂતનું વર્ણન કરે છે. આ ભૂતિયા મહેલ પાછળ એક રસપ્રદ કહાની જોડાયેલી છે.
સોળમી શતાબ્દીની વાત છે. હોલિરુડના કિલ્લામાં એક ખૂબસૂરત ક્વીન મેરી રહેતી હતી. ઈ.સ. ૧૫૬૫માં ક્વીન મેરીનાં લગ્ન લોર્ડ હેનરી સાથે થયાં હતાં. તેમનું દાંપત્યજીવન શરૂઆતમાં સુખમય હતું, પરંતુ થોડા જ સમયમાં કોઈ કારણસર મેરીને હેનરીથી અણગમો થઈ ગયો. હેનરી માટે મેરીના દિલમાં પ્રેમ કે લાગણી જેવું કંઈ જ નહોતું રહ્યું. જોકે, આમ થવા પાછળનું કારણ ડેવિડ નામની વ્યક્તિ હતી. ક્વીન મેરી ડેવિડને પ્રેમ કરવા લાગી હતી. તેઓ દિવસે ને દિવસે એકબીજાની વધારે નજીક આવતાં ગયાં. તેમના આ પ્રણયસંબંધની જાણ ધીરે ધીરે રાજા સહિત સૌને થઈ ગઈ. હેનરી ક્વીન મેરીને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેથી તેણે મેરીને ડેવિડ સાથેના સંબંધોનો અંત લાવી દેવા કહ્યું, પરંતુ ક્વીન મેરી પર હેનરીની વાતની કોઈ અસર ન થઈ. ક્વીન મેરી હવે ખુલ્લેઆમ ડેવિડ સાથે જોવા મળતી હતી. ડેવિડ મહેલમાં પણ આવતો હતો. હવે ક્વીન મેરીનો ડેવિડ પ્રત્યેનો પ્રેમ અને હેનરી સાથેની દગાબાજી જગજાહેર થઈ ગયાં હતાં.
ક્વીન મેરીની બેવફાઈને લીધે હેનરીનો ગુસ્સો સાતમા આસમાને હતો. એક દિવસ મેરી જ્યારે ડેવિડ સાથે શાહી ભોજનનો લુત્ફ ઉઠાવી રહી હતી ત્યારે જ રાજા હેનરીના આદેશથી સિપાઈઓ ત્યાં આવ્યા અને તેમણે ડેવિડને પકડી લીધો. ત્યારબાદ તેને મહેલના એક રૂમમાં લઈ ગયા અને તેની હત્યા કરી નાખી.
એવું કહેવાય છે કે ત્યારથી ડેવિડનો આત્મા મહેલ અને હત્યા થઈ હતી તે રૂમમાં ફરતો જોવા મળે છે. આજેય કોઈ વ્યક્તિ તે રૂમમાં જાય તો તેને અચાનક જ માથામાં તીવ્ર દુખાવો થાય છે, અજીબ પ્રકારની ગૂંગળામણનો અહેસાસ થાય છે. ઘણાં લોકો ડેવિડનું ભૂત જોયું હોવાનો દાવો પણ કરે છે. જે રૂમમાં ડેવિડની હત્યા થઈ હતી ત્યાં લોહીના ડાઘ જતા નથી.
ડેવિડની હત્યા પછી થોડા જ દિવસોમાં હેનરીની હત્યા થઈ અને શંકાની સોય ક્વીન મેરી તરફ ગઈ. આ દરમિયાન ક્વીન મેરી મહેલ છોડીને ફરાર થઈ ગઈ. તે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ, પરંતુ ત્યાં પણ તેની મુશ્કેલીઓ ઓછી ન થઈ. રાજગાદીની વિરુદ્ધ ષડ્યંત્રમાં સામેલ થવાના આરોપસર તેનો શિરચ્છેદ કરી નાખવામાં આવ્યો.
આમ, રાજા, રાણી અને તેનો આશિક એમ કોઈ પણ પ્રેમ ન પામી શક્યાં. ત્રણેય પ્રેમતરસ્યા આત્માઓ આજેય હોલિરુડના મહેલ અને કિલ્લામાં ભટકી રહ્યા છે.
દુનિયાભરમાં ૧૩ નંબરને, જ્યારે જાપાનમાં ૪૨ નંબરને અશુભ માનવામાં આવે છે. અશુભ અંકવાળી વસ્તુઓ ક્યારેય કોઈ લેતું નથી. ત્યાં ૪૨ નંબર અપશુકન સાથે જોડાયેલો છે. જાપાનના કારરેસર અસાનો મોસાનાએ આ વાતને અંધવિશ્વાસ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને સફળતા ન મળી
બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું. સમગ્ર દુનિયામાં યુદ્ધ પછી શાંતિ પ્રસરેલી હતી. દુનિયાભરમાં સ્થિતિ સામાન્ય બની રહી હતી. અણુબોમ્બની તબાહી અને સદમામાંથી જાપાન બેઠું થઈ રહ્યું હતું. યુદ્ધની યાદો ભૂલીને તે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું હતું. મે ૧૯૬૩માં જાપાને બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વાર કારરેસનું મોટાપાયે આયોજન કર્યું હતું. તે સમયમાં અસાનો મોસાના જાપાનનો પ્રસિદ્ધ કારરેસર હતો.
એવું કહેવાય છે કે અસાનો મોસાના જે પણ કારરેસમાં ભાગ લેતો તેમાં તે અચૂક જીત મેળવતો હતો. તેણે મે ૧૯૬૩માં યોજાયેલી કારરેસમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેની કારનો નંબર ૪૨ હતો. જાપાનમાં ૪૨ નંબરને અશુભ માનવામાં આવે છે. ત્યાં તેને મૃત્યુનો પ્રતીક નંબર માનવામાં આવે છે. જે રીતે પશ્ચિમી દેશોમાં ૧૩ નંબરને અશુભ માનવામાં આવે છે તેમ. કારના ૪૨ નંબરને કારણે કેટલાંયે લોકોએ અસાનો મોસાનાને કાર બદલવા કહ્યું. કેટલાકે તો અપશુકન થાય છે તેમ કહીને કારરેસમાં ભાગ ન લેવા પણ કહ્યું. અસાનોએ આ બધી બાબતોને અંધવિશ્વાસ કહીને પોતાની કારનો નંબર ૪૨ જ રાખ્યો અને તે કારની સાથે રેસમાં ભાગ પણ લીધો.
કારરેસિંગ દરમિયાન કોઈ રીતે તેની કાર બહુ ખરાબ રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં અસાનો મોસાનાનું મૃત્યુ થયું. અસાનોનો વિશ્વાસ ખોટો અને લોકોનો અંધવિશ્વાસ સાચો સાબિત થયો. દેશના એક પ્રસિદ્ધ કારરેસરની સાથે ઘટેલી ઘટનાને કારણે જાપાન ઓટો ફેડરેશને કારરેસમાં ૪૨ નંબરની કાર પર પ્રતિબંધ લગાવી દીધો. ત્યાર પછી કોઈ કારનો નંબર ૪૨ નહોતો રખાતો.
કોઈના ન રહેવાથી દુનિયા થંભી નથી જતી. અસાનોના મૃત્યુના એક વર્ષ પછી ફરીથી કારરેસિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કારરેસ પાછલી કારરેસની તુલનામાં બહુ મોટા પાયા પર આયોજિત કરવામાં આવી હતી. ટ્રેકની બંને બાજુ આશરે દોઢ લાખ દર્શકો ઉપસ્થિત હતા. આ રેસમાં ૪૨ નંબરની કોઈ કાર નહોતી, છતાંય ચાલુ રેસમાં અસાનોની કાર નંબર ૪૨ને થોડા સમય માટે ટ્રેક પર લાખો લોકોએ દોડતી જોઈ. જે થોડી વાર પછી ગાયબ થઈ ગઈ હતી. વળી, કેટલાકે તો એ કારમાં અસાનોના હોવાનો દાવો પણ કર્યો હતો. લોકોનું માનવું છે કે આ અસાનો મોસાનાનું ભૂત જ હતું, જેણે કાર નંબર ૪૨માં સવાર થઈને આ રેસમાં ભાગ લીધો હતો.
જોકે, તે દિવસ બાદ અસાનોની કાર કે તેનું ભૂત ફરી કોઈને જોવા મળ્યાં નથી. એવું બની શકે કે મૃત્યુ બાદ તે ૪૨ નંબર અશુભ નથી તેમ સાબિત કરવા જ રેસમાં જોવા મળ્યો હોય. આ ઘટના પછી પણ ૪૨ નંબરની કાર પરનો પ્રતિબંધ યથાવત્ જ રાખવામાં આવ્યો હતો.

સંસારમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં સદીઓ પહેલાં ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનારાઓના આત્મા ભટકે છે અને આજેેય તે જગ્યાઓ પર જનારાઓને પોતાના હોવાનો અહેસાસ કરાવીને ડરાવે છે. આવી જ બે જગ્યાઓ છે જેમાંથી એક છે પ્રસિદ્ધ નાયગ્રા ફોલ પાસેની ગુફા અને બીજી છે એડિનબર્ગનો કિલ્લો અને સુરંગ.
નાયગ્રા ફોલ (ધોધ) દુનિયાભરના પર્યટકોમાં મશહૂર છે. નાયગ્રા ફોલ દુનિયાભરના પ્રાકૃતિક આશ્ચર્યોમાંથી એક છે. નાયગ્રા ફોલની પાસે એક ગુફા આવેલી છે. તે ટોરન્ટો તથા ન્યૂ યોર્કને જોડનારી રેલવે લાઇનની નીચે બનેલી છે. નાયગ્રા ફોલ જોવા આવનારા પ્રવાસીઓ આ ગુફા જોવા પણ જાય છે. તેની પાછળનું કારણ ગુફાની કોઈ ખાસિયત નહીં, પરંતુ ગુફા સાથે જોડાયેલી ડરામણી કથા છે. આ ગુફામાં કોઈ ભૂતપ્રેત હોવાનું લોકો કહે છે. લોકો ભૂતના ડર સાથે રૂબરૂ થવા માટે પણ અહીં આવે છે.
આ ગુફામાં માચીસ, લાઇટર અથવા કોઈ પણ પ્રકારની આગ સળગાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે જેણે પણ આ ગુફામાં આગ સળગાવવાનો પ્રયત્ન કર્યો છે તેનું મૃત્યુ થઈ ગયું છે. ગુફામાં જનારા કેટલાય લોકો આજ સુધી પાછા આવ્યા નથી. ગુફામાં એકસાથે જનારા અનેક લોકોને ત્યાં ભૂતપ્રેતના હોવાનો વિવિધ રીતે અનુભવ થયો છે.
આ ગુફા સાથે એક રસપ્રદ અને ડરામણી કથા જોડાયેલી છે. ગુફાના દક્ષિણ દિશાના પ્રવેશદ્વારની પાસે બનેલા ફાર્મહાઉસમાં એક વાર કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ ખૂબ જ ભયાનક હતી. તેમાં એક યુવતી બળીને ખાખ થઈ ગઈ. તે ફાર્મહાઉસમાં આગ શા માટે અને કેવી રીતે લાગી હતી તે બાબતનું રહસ્ય આજ સુધી અકબંધ છે.
આગની જ્વાળાઓથી ભડભડ બળતી તે યુવતીને બચાવનારું ત્યાં કોઈ નહોતું. પીડાને કારણે વ્યાકુળ થયેલી તે યુવતીએ આ ગુફાના દક્ષિણ પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો અને ગુફાની અંદર જ મરણચીસો પાડી પાડીને દમ તોડયો. આ ઘટના પછી અનેક લોકોએ ગુફામાં અગનગોળો જોવાની સાથે સાથે યુવતીની કારમી ચીસોનો અવાજ સાંભળ્યો છે. ત્યારથી જ જો કોઈ ગુફામાં આગ સળગાવવાનો પ્રયત્ન કરે તો તેનું મૃત્યુ થઈ જાય છે.
ભૂતિયા સુરંગમાં કોઈ બેગપાઇપર વગાડે છે
એડિનબર્ગ શહેર યુરોપના ભૂતિયા શહેરના નામથી પ્રસિદ્ધ છે. અહીંનો કિલ્લો પણ ભૂતિયા કિલ્લા તરીકે પ્રસિદ્ધ છે. આ કિલ્લો લગભગ ૯૦૦ વર્ષ પહેલાં ૧૨મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યો હતો. છઠ્ઠી શતાબ્દીથી લઈને ૧૬૦૩ સુધી આ કિલ્લો સ્કોટલેન્ડના રાજાઓનું શાહી નિવાસ હતો. એડિનબર્ગનો કિલ્લો એક નિષ્ક્રિય જ્વાળામુખીના મુખ પર બનેલો છે. કિલ્લાના નિર્માણ પછી તે મોટેભાગે સૈનિક છાવણી તરીકે ઉપયોગમાં લેવાયો હતો. આ દરમિયાન કિલ્લા પર અનેક વાર આક્રમણ થયાં તથા અનેક સૈનિકોની નિર્મમ હત્યાઓ પણ થઈ હતી. તેમનાં પ્રેત આજે પણ કિલ્લા અને તેની આસપાસની જગ્યાઓમાં ભટકે છે. પર્યટકો અને પેરાનોર્મલ એક્ટિવિટીનું સર્વેક્ષણ કરનારા અનેક લોકોને અહીં ધૂંધળી આકૃતિઓ અને શરીરમાં એક વિચિત્ર બળતરાનો અનુભવ થયો છે. કહેવાય છે કે આ કિલ્લામાં ઘણી સુરંગો હતી. જેમાંથી એક સુરંગનો રસ્તો હોલીરુડ કાસલ (કિલ્લો) સુધી જતો હતો.
સુરંગને હોલીરુડ કાસલ સાથે એટલા માટે જોડવામાં આવી હતી કે જેથી કોઈ હુમલો કરીને રાજાને પકડવાનો પ્રયત્ન કરે ત્યારે તેઓ આ રસ્તે સુરક્ષિત જગ્યાએ ભાગી શકે. આ સુરંગનો રસ્તો તપાસવા માટે રાજાએ એક બેગપાઇપર વગાડવાવાળાને સુરંગમાં મોકલ્યો, પરંતુ તે સુરંગમાં જ ક્યાંક ગુમ થઈ ગયો. તેનું શબ પણ સુરંગમાં શોધવા છતાં ન મળ્યું. કહેવાય છે કે ત્યારથી લઈને આજ સુધી તે સુરંગમાં રાત્રે બેગપાઇપરની ધૂન સાંભળવા મળે છે અને કોઈ અજીબ હલચલ થતી પણ જણાય છે. એવી પણ માન્યતા છે કે એડિનબર્ગ કિલ્લાના દરેક રૂમ, દરેક સુરંગને ભૂતોએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે અને અંદર જનારને ભગાડવામાં તેઓ કોઈ કસર બાકી નથી છોડતા.

સાવધાન, અહીં આત્મા રસ્તો ઓળંગે છે. આજે થોડો નવરાશનો સમય હતો અને આથી જ નાનાં બાળકોને રમતાં નિહાળવા બેસી રહેવાની ઇચ્છા થઈ. બાળકો અવનવી વાતો કરતાં હતાં. ત્યાં અચાનક જ એક બાળકે તેના મિત્રને કહ્યું, "ચાલો ભૂત ભૂત રમીએ." આ સાંભળીને મારું મન ફ્લોરિડા પહોંચી ગયું.
જેમ આપણું મન ગમે ત્યાં ગમે ત્યારે પહોંચી જાય છે તે જ રીતે કોઈ આત્મા, ભૂતપ્રેત કોઈ સ્થળે પહોંચી જાય તો? આ દુનિયામાં એેક એવું સ્થળ છે જ્યાં રહેતા લોકો ભૂતો સાથે વાતો કરે છે. તેમને પોતાના ઘરે બોલાવે છે, સવાલ-જવાબ કરે છે. એવું નથી કે જેનો આત્મા હોય કે ભૂત હોય તેનું મૃત્યુ ત્યાં જ થયેલું હોય. ભારતનાં તો શું દુનિયાનાં ગમે તે શહેર, ગલી કે ઘર હોય. અરે, તમારા ઘરમાં જ મૃત્યુ પામેલા સ્વજનનો આત્મા કે ભૂત પણ આ લોકો બોલાવી શકે છે અને તમારી સાથે વાત પણ કરાવી શકે છે. અજીબ લોકોની ગજબની પળો છે. આ કોઈ મજાક નથી. આ વાતો સો ટકા સાચી છે. અમેરિકાના રાજ્ય ફ્લોરિડા અને તેની વોલુસિયા કાઉન્ટીમાં એક વસ્તી રહે છે. આ સ્થળનું નામ છે કાસોડગા. કાસોડગા એક એવા સ્થળનું નામ છે જ્યાં રહેતા મોટા ભાગના લોકો ભૂતો સાથે વાતચીત કરી શકે છે. કેટલાંય ઘરના લોકો પોતાના ઘરમાં ભૂતોની સાથે જ રહે છે અને આટલું ઓછું હોય તેમ એમને બોલાવે પણ છે. આ સ્થળ એક મીડિયમ એટલે ત્યાં રહેતા લોકો આ દુનિયા અને ભૂતો વચ્ચેના માધ્યમ તરીકે પ્રખ્યાત છે, આથી જ આ સ્થળને પેરાનોર્મલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ અને તેની સાથે જોડાયેલાં ઉપનામો અને ઓળખ પાછળની મૂળ કહાની આ મુજબ છે. ૧૮૭૫માં જ્યોર્જ પી. કોલ્બી નામની એક વ્યક્તિ ફ્લોરિડા આવી. જ્યોર્જ કોલ્બી વર્ષોથી ભારતીય શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી આત્માઓ સાથે વાત કરવાનો અને તેમને બોલાવવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ એક સ્પિરિચ્યુઅલ ગાઇડ તરીકે ન્યૂ યોર્કમાં કાર્ય કરતા હતા. કહેવાય છે કે આ જ સમય દરમિયાન કોલ્બી એક આત્મા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તે આત્માએ તેમને કહ્યું કે, તે ફ્લોરિડા જાય અને ડેયટોન પાસે તેઓ એક સ્પિરિચ્યુઅલ મીડિયમ તરીકે કામ કરે! કોલ્બી પેલા આત્માની વાત માની ફ્લોરિડા આવ્યા અને તેમણે અહીં પોતાની મીડિયમ તરીકેની પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે જ આ સ્થળને નામ આપ્યું 'કાસોડગા'. પાછળથી ૧૮૯૪માં તેમના સ્પિરિચ્યુઅલ કેમ્પ મિટિંગ એેસોસિએશને એક વોરંટી ડીડ સહી કરી અને ૩૫ એકરની જમીન મીડિયમ તરીકે કામ કરવા માટેનો અભ્યાસ અને તાલીમ લેવા માટે આવનારા લોકો માટે ત્યાં કેમ્પ શરૂ કરવામાં આવ્યા.
સમય પસાર થતાં તેમાંના ઘણાં લોકો ત્યાં જ રહેવા આવી ગયા અને આજે જો તમે કાસોડગામાં લટાર મારવા નીકળો તો મોટા ભાગના ઘરની બહાર બોર્ડ લટકતું હોય છે કે, 'મીડિયમ ફોરસ્પિરિટ્સ' અથવા 'રીડિંગ ફોર સ્પિરિટ્સ'. ત્યાં રહેતા અને આત્માઓને બોલાવવાનું જ કામ કરતા. લોરેન્સ કે જે ર્સિટફાઇડ મીડિયમને તે કહે છે કે, કાસોડગાનાં અનેક ઘરોમાં આત્માઓ રહે છે. અહીં મૃત્યુ પામેલા કેટલાય જીવ હજી પણ અહીં જ ક્યાંક આજુબાજુમાં ભટકે છે. લોરેન્સ એક સફેદ રંગની ઇમારતને દેખાડતા કહે છે કે આ ઘરમાં અનઇન્વાઇટેડ ગેસ્ટ રહે છે. ઘણાં બધાં ભૂતો અહીં રહે છે. તેઓ કહે છે કે ક્યારેક ૧૮૦૦ની સાલની આસપાસ એક લેડી રોજ હું સૂઈ ગયો હોઉં ત્યારે રાત્રે સફેદ શર્ટમાં આવે છે અને તે કાયમ કહેતી હોય છે મારે કંઈક કહેવું છે અને હું આંખો ખોલું છું ત્યારે અચાનક તે ક્યાંક ગાયબ થઈ જાય છે. 'બ્રિધામ હોલ' નામના આ ઘરમાં એક નહીં પણ અનેક આત્માઓ આજે પણ રહેતા હોવાનું લોકો કહે છે. ત્યાર બાદ લોરેન્સ કાસોડગાના એક મેગ્નેટિક પોન્ડ પાસે લઈ જાય છે. કહે છે કે આ તળાવનું પાણી હોલી વોટર (પવિત્ર પાણી) છે. કહે છે કે કોલ્બી પોતાના અભ્યાસ અને સાધના માટે આ જ પાણી વાપરતા હતા અને આ પાણી જ અહીં આ સ્થળ પર મુખ્ય સ્ત્રોત છે જે આત્માઓને અહીં બોલાવે છે. ત્યાંના લોકો જણાવે છે કે, જ્યારે કોલ્બીનું મૃત્યુ થયું ત્યારે તેમને દફનાવવામાં નહીં પણ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો અને તેમની રાખને આ જ તળાવમાં વહાવી દેવામાં આવી હતી.
એક બીજી કહાની એ છે કે કાસોડગામાં એક વૃદ્ધ માનો દીકરો તેની સાથ ઝઘડો કરી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ તેની માતાએ તેને ખૂબ શોધ્યો છતાં તે મળ્યો નહીં. આખરે તેની રાહ જોતાં જોતાં માતાનું મૃત્યુ થઈ ગયું. ત્યાંના લોકોને આ માતાની હાલત અને પીડાની ખબર હતી આથી તેના મૃત્યુ બાદ લોકોએ તેના આત્માને બોલાવી તેની સાથે વાત કરવા વિચાર કર્યો. તેમની ઇચ્છા જાણવાના આશયથી તેમના આત્માને તે લોકોએ એક રૂમમાં ભેગા થઈ બોલાવ્યો. તે માતાનો આત્મા હજી પણ પોતાના બાળકને શોધી રહ્યો હતો. આખરે લોકોએ પોતાની પેરાનોર્મલ શક્તિઓ અને અભ્યાસ કરી, મહેનત કરી ત્યારે જાણવા મળ્યું કે તે દીકરાનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે પણ પોતાની માતાને મળવા આવ્યો હતો, પણ તે આવ્યો ત્યાં સુધીમાં તેની માતાનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
આપણે ત્યાં જે રીતે રસ્તા ઉપર સા

મનુષ્યના મનુષ્ય, પાલતુ કે જંગલી જાનવરો, વૃક્ષ-છોડ સાથે લાગણીના સંબંધો જોડાયેલા હોય છે. એવા કેટલાંય કિસ્સાઓ જોવા મળે છે જેમાં કૂતરાએ પોતાના માલિકનો જીવ બચાવ્યો હોય કે માલિકના મૃત્યુ પછી તેણે ખાવા-પીવાનું છોડી દીધું હોય, પરંતુ અહીં પ્રશ્ન થાય કે શું વૃક્ષો પણ આવું કરી શકે? હરિયાણાના પાણીપતમાં આંબાના વૃક્ષ સાથે કંઈક આવું જ થયું હતું.
આંબાનું ફળ એટલે કે કેરી એ ફળોનો રાજા છે. અનેક પ્રકાર અને સ્વાદની કેરીઓ આપણે ત્યાં મળે છે. ભારતભરમાં લગભગ બધે જ આંબા જોવા મળે છે, પરંતુ જે તે જગ્યાના આંબાની કેરી અને પ્રકાર અલગ-અલગ હોય છે. હરિયાણાના પાણીપતમાં એક એવો આંબો હતો જે તદ્દન અલગ હતો. તે એક યુદ્ધ બાદ કાળા રંગનો થઈ ગયો હતો અને તેનાં ફળ કાપતા તે રક્તવર્ણું દેખાતું. તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
દરેક જગ્યાના નામની પાછળ કોઈ ને કોઈ કથા જોડાયેલી હોય છે, જેને બહુ ઓછા લોકો જાણતા હોય છે. વર્ષો પહેલાં બનેલા વિસ્તારોનાં નામ સાથે સંકળાયેલી સ્ટોરી ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. ભારતના હરિયાણા રાજ્યમાં આવેલું એક આવું જ સ્થળ છે કાલા અંબ. આ જગ્યાએ પાણીપતનું ત્રીજું યુદ્ધ ખેલાયું હતું. કાલા અંબ જગ્યાનું નામ અહીંના એક આંબા પરથી પડયું છે, જેને કાપવાથી લોહી નીકળતું હતું.
પાણીપતની જમીન પર ત્રણ મોટાં યુદ્ધ લડાયાં હતાં. જેમાં ક્રમશઃ પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈ.સ. ૧૫૨૬, બીજું યુદ્ધ ઈ.સ. ૧૫૫૬ અને ત્રીજું યુદ્ધ ઈ.સ. ૧૭૬૧માં થયું હતું. પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને મોગલો વચ્ચે લડાયું હતું. મરાઠાઓ તરફથી સદાશિવરાવ ભાઉ અને મોગલો તરફથી અહમદશાહ અબ્દાલીએ નેતૃત્વ કર્યું હતું. પાણીપતના ત્રીજા યુદ્ધમાં હરિયાણા, મહારાષ્ટ્ર તથા અન્ય મરાઠા સામ્રાજ્યના અનેક લોકોએ ભાગ લીધો હતો. આ યુદ્ધને ભારતમાં મરાઠા સામ્રાજ્યના અંત તરીકે જોવામાં આવે છે. આ યુદ્ધમાં અહમદશાહ અબ્દાલીની જીત થઈ હતી.
પાણીપતની યુદ્ધભૂમિમાં એક મોટું આબાનું વૃક્ષ હતું. એવું કહેવાય છે કે પાણીપતના ત્રીજા યુદ્ધ દરમિયાન લડાઈ કર્યા પછી થાકેલા સૈનિકો આ વૃક્ષની નીચે આરામ કરતા હતા અને ઘાયલ સૈનિકોની સારવાર થતી હતી. આમ, આંબાના આ વૃક્ષનો સૈનિકો સાથે અનોખો સંબંધ હતો. પાણીપતનું ત્રીજું યુદ્ધ ખૂબ જ ભયંકર હતું. બંને તરફથી અનેક સૈનિકોના વધ થયા. આ ભીષણ યુદ્ધમાં થયેલા રક્તપાતને કારણે આ જગ્યાની માટી પણ લાલ રંગની થઈ ગઈ હતી. જેની અસર આ આંબાના વૃક્ષ પર પણ થઈ.
લોહીને કારણે આંબાના વૃક્ષનો રંગ કાળો થઈ ગયો અને ત્યારથી જ આ જગ્યા 'કાલા અંબ' તરીકે ઓળખાવા લાગી. આ યુદ્ધમાં આશરે ૭૦ હજાર મરાઠા સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. એક સૌથી આશ્ચર્ય પમાડનારી અને રસપ્રદ વાત એ છે કે આ વૃક્ષ પર ઊગેલી કેરીને કાપવાથી તેમાંથી જે રસ નીકળતો હતો તેનો રંગ રક્ત જેવો લાલ હતો, જે યુદ્ધ પહેલાં આવો નહોતો.
પોતાની છાયા તળે આરામ કરતા મિત્ર, સંતાનો કે પછી જે કહો તે, તેમના મૃત્યુ પછી થોડા જ સમયમાં આ આંબો સુકાઈ ગયો. ત્યારબાદ તેને કવિ પંડિત ચંદ રઈસે ખરીદી લીધો. સુગનચંદે આ વૃક્ષનાં લાકડાંમાંથી સુંદર દરવાજાઓ બનાવડાવ્યા, જેથી કાલા અંબનો ઇતિહાસ તે દરવાજાના રૂપમાં વર્ષો સુધી જળવાઈ રહે. હવે આ દરવાજાઓને પાણીપત મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં આ આંબાનું વૃક્ષ હતું તે જગ્યાને કાલા અંબ તરીકે ઓળખવામાં આવે છે અને તે જગ્યાએ હવે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

૨૦૦૯માં અલાસ્કાના માછીમારોના એક ગ્રૂપે પ્રશાંત મહાસાગરમાં એક વિશાળકાય સાપ 'કૈડી'નો વીડિયો શૂટ કર્યો. આ રીતે માનવભક્ષી દૈત્યાકાર સાપના હોવાનો ચોક્કસ પુરાવો મળ્યો
દુનિયાભરમાં મોથમેન, આઉલ મેન, લિઝર્ડ મેન, હિમમાનવ વગેરે જેવાં ચિત્ર-વિચિત્ર જીવોના હોવા અંગેની વાતો સદીઓથી થતી આવી છે, પરંતુ આ જીવોને જેણે જોયા છે તેઓ માને છે અને ન જોયા હોય તેઓ આવા જીવોના અસ્તિત્વ અંગે શંકાઓ પણ કરે છે. અરેબિયન નાઇટ્સથી લઈને પુરાણોમાં વિશાળ સમુદ્રી સાપોનું વર્ણન જોવા મળે છે. સદીઓ પહેલાં દુનિયાભરમાં વિવિધ જગ્યાએ દરિયો ખેડનારાઓએ સી મોન્સ્ટર્સ એટલે કે સમુદ્રી રાક્ષસો કે જીવો જોવાની વાતો વર્ણવી છે. સી મોન્સ્ટર્સમાં સૌથી વધારે પ્રચલિત દૈત્યાકાર સાપ છે.
કેવો હોય છે આ દૈત્યાકાર સમુદ્રી સાપ?
સમુદ્રના દૈત્યાકાર સાપો વિશે ઘણી કથાઓ કે કિસ્સાઓ સાંભળવા મળે છે. કહેવાય છે કે આ સાપ ખૂબ જ મોટો હોય છે. તેનું મુખ ઘોડાને મળતું આવતું હોય છે. તેના શરીરના કેટલાક હિસ્સાઓ પર મનુષ્યના હાથ જેટલા લાંબા વાળ અને તીક્ષ્ણ દાંત હોય છે. તે સમુદ્રમાં તેના વિસ્તારમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરીને નેસ્તનાબૂદ કરી દે છે અને તેમાં સવાર લોકોનું ભક્ષણ કરી જાય છે. તે સમુદ્રના સૌથી વિશાળ જીવમાંની એક વહેલ માછલીને પણ ઉછાળીને ફેંકી દે તેવો શક્તિશાળી હોય છે.
રસપ્રદ કિસ્સાઓ
આપણી પૃથ્વીનો ૭૦ ટકા ભાગ વિશાળ મહાસાગરથી ઘેરાયેલો છે. પહેલાંના સમયમાં મનુષ્યો આ મહાસાગરમાં નાની-મોટી નૌકાઓ દ્વારા જ એક દેશથી બીજા દેશની યાત્રાઓ કરતા આવ્યા છે. પોતાની આ યાત્રાઓ દરમિયાન ક્યારેક તેમનો સામનો વિશાળકાય સમુદ્રી જીવો સાથે પણ થતો હતો. જેમાં મોટેભાગે દૈત્યાકાર સાપ હતા. આ દૈત્યાકાર સાપોને જોયાનું વર્ણન પ્રાચીન સમયથી લઈને આધુનિક સમય સુધીના ઘણાંય યાત્રા વૃત્તાંતમાં કરવામાં આવ્યું છે. જોકે, હમણાં સુધી આવા સી મોન્સ્ટર્સ કે સાપ વિશે કોઈ ચોક્કસ પુરાવાઓ કોઈની પાસે નહોતા, પરંતુ ૨૦૦૯માં અલાસ્કાના માછીમારોના એક ગ્રૂપે પ્રશાંત મહાસાગરમાં એક વિશાળકાય સાપ 'કૈડી'નો વીડિયો શૂટ કર્યો. આ રીતે માનવભક્ષી દૈત્યાકાર સાપના હોવાનો ચોક્કસ પુરાવો મળી ગયો. આ સી મોન્સ્ટરને આ વિસ્તારમાં જોયા હોવાના સમાચાર છેક ૧૮૯૨થી મળતા આવ્યા છે. આ વીડિયો જોઈને બ્રિટિશ વૈજ્ઞાાનિક પોલ લેબલોન્ડ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. પોલ લેબલોન્ડે પ્રશાંત મહાસાગરના સી મોન્સ્ટર ઉપર ઘણાં વર્ષો સુધી ઊંડું રિસર્ચ કર્યું હતું અને પછી એક પુસ્તક લખ્યું હતું. જોકે, કૈડીના વીડિયો પછી એ વાતને બળ મળ્યું કે સદીઓથી લઈને અત્યાર સુધી સી મોન્સ્ટર્સ કે દૈત્યાકાર સાપને જોવાની વાતોને સમર્થન મળ્યું અને એ પણ સાબિત થઈ ગયું કે આ વાતો કાલ્પનિક ન હોતા વાસ્તવિક છે. ભૂતકાળમાં દૈત્યાકાર સાપને જોયાની રસપ્રદ ઘટનાઓ જાણીએ.
કૈડી
બ્રિટિશ કોલંબિયાની નજીક નોર્થ અમેરિકાના પ્રશાંત મહાસાગરના તટ પર કેડબોરોસા વિલસી નામનો એક સમુદ્રી દૈત્યાકાર સાપ જોવા મળ્યો. આ જીવ પહેલી વાર ગ્રેટર વિક્ટોરિયાના કેડબોરો ખાડીમાં જોવા મળ્યો હતો અને આ જગ્યાના નામ પરથી તેનું નામ પાડવામાં આવ્યું. આ જ જીવને જોયાની વાત ૧૮૯૨થી થતી આવી હતી, પરંતુ 'વિક્ટોરિયા ટાઇમ્સ'ના એડિટર આર્કાઈ વિલ્સને આ જીવને ૧૯૩૩માં સૌ પ્રથમ નામ આપ્યું. કૈડીને જોયાની કેટલીયે ઘટનાઓ નોંધવામાં આવી છે. કેટલાંક પ્રતિષ્ઠિત લોકોએ પણ તેને જોયાનો દાવો કર્યો હતો. કૈડીના હોવાના તાજા પુરાવા ૨૦૦૯માં અલાસ્કાના એક માછીમાર દ્વારા ખેંચવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે. વીડિયોમાં આ જીવ પાણીની સપાટી પર તરતો જોવા મળે છે.
એચએમએસ ડેડોલસ
સેન્ટ હેલેનાની યાત્રા કરી રહેલા જહાજ એચએમએસ ડેડોલસના ક્રૂ સભ્યોએ ૬ ઓગસ્ટ, ૧૮૪૮ના રોજ એક સી મોન્સ્ટર (સમુદ્રી દૈત્ય) જોયો. કેપ ઓફ ગૂડ હોપથી સેન્ટ હેલેના વચ્ચે ઘણાં સન્માનિત ને પ્રતિષ્ઠિત પરિવારોના સદસ્યોએ પણ આ દૈત્યને જોયો હોવાનો દાવો કર્યો હતો. વિશાળકાય સમુદ્રી જીવ (સાપ)ને જોયાનો કદાચ આ અત્યાર સુધીનો સૌથી પ્રચલિત કિસ્સો હતો. કેપ્ટન પીટરે પોતાના એક રિપોર્ટમાં લખ્યું કે દૈત્ય (સાપ)નું મુખ આશરે ૧૨૨ સેન્ટિમીટર (૪ ફૂટ) અને લંબાઈ આશરે ૧૮ મીટર (૬૦ ફૂટ) હતું. જે પાણીમાં સ્પષ્ટ દેખાતું હતું. તેના શરીરનો રંગ ભૂરો હતો. ગળામાં પીળા, સફેદ અને માથા પર થોડા વાળ હતા. પ્રત્યક્ષદર્શીઓએ કરેલા વર્ણનને આધારે કેટલાંક ચિત્રો બનાવવામાં આવ્યાં, જે ઇલસ્ટ્રેશન લંડન ન્યૂઝમાં છપાયાં અને ખૂબ જ પ્રસિદ્ધ થયાં.
માનેડના સમુદ્રી સાપ
બિશપ પોંટોપિડન ભલે સાપોનું વર્ણન કરનારા પ્રાચીન દસ્તાવેજો પર વિશ્વાસ ન કરતા હોય, પરંતુ તેઓ વિશાળકાય માછલીઓ અને સમુદ્રી રાક્ષસો પર જરૂર વિશ્વાસ કરતા હતા. તેમણે નેચરલ હિસ્ટ્રી ઓફ નોર્વે જેવાં પુસ્તકોમાં પોતાના અનુભવો વર્ણવ્યા છે. તેમાંથી તેમનું સૌથી પ્રચલિત પુસ્તક ૧૭૪૬માં લખાયેલું 'મેનેડ સી સર્પેંટ' છે. આવા ભયાનક જીવોનું વર્ણન કેપ્ટન લોરેન્સ ધ ફૈરીના પત્રોમાં પણ જોવા મળ
દરરોજ ઝાડ પર ગામના કોઈ ને કોઈ કુંવારા યુવાનની લાશ લટકતી મળતી અને આ બધી જ લાશોમાંથી લોહી અને કાળજું ગાયબ થઈ જતાં. આ ઘટનાઓને કારણે ડરેલા ગામવાસીઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો
ડાકણ શબ્દ જ મનમાં ડર પેદા કરે તેવો છે. ભારતભરનાં વિવિધ ગામડાઓ અને શહેરોમાં ડાકણોની વાતો બહુ પ્રચલિત છે. આવું જ એક ગામ મહારાષ્ટ્રનું હારંગુલ છે જ્યાં ૧૫મી શતાબ્દીમાં ડાકણોએ ગામ પર કાળો કેર વર્તાવ્યો હતો.
મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં સ્થિત હારંગુલ એક એવું ગામ છે જ્યાં પાંચસો વર્ષ પહેલાં ડાકણોનો ખોફ હતો. સામાન્ય રીતે ભૂતપ્રેત વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી બને છે, પરંતુ ડાકણો વિશે એવું કહેવાય છે કે તેઓ જીવિત પિશાચ હોય છે. તે કાળો જાદુ કરે છે. તેમાં સિદ્ધિઓ મેળવવા તેઓ તાંત્રિક વિધિઓ કરે છે અને તેના માટે માનવનો બલિ આપે છે. ત્યારબાદ મનુષ્યનું રક્તપાન અને માંસ ભક્ષણ કરતી. કહેવાય છે કે જેમ જેમ તેને તાંત્રિક સિદ્ધિઓ મળતી જતી તેમ તેમ ડાકણો વધારે ને વધારે શક્તિશાળી બનતી જતી.
હારંગુલ ગામની ડાકણો ખૂબ જ શક્તિશાળી હતી. તેને કારણે પાંચસો વર્ષ પહેલાંથી લઈને અત્યાર સુધી કોઈ ચેનથી રાત્રે સૂઈ નથી શક્યું. પાંચસો વર્ષ પહેલાં કેટલીક ડાકણો ભેગી થઈને કાળા જાદુના બળે અન્ય સ્ત્રીઓને પણ ડાકણમાં પરિર્વિતત કરી દેતી. દિવસે તો ડાકણો ગાયબ રહેતી, પણ રાત્રે આકાશમાં અંધારું છવાતાં જ તેઓ સક્રિય થઈ જતી. તેમણે એક-એક કરીને ગામનાં ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જોતજોતામાં આખું ગામ ભયાનક ડાકણોની ચુંગાલમાં આવી ગયું હતું. ડાકણોએ હવે શિકાર કરવાનું શરૂ કરી દીધું હતું.
એવું કહેવાય છે કે ડાકણોનો ચહેરો ભયાનક હોય છે, પરંતુ શિકાર કરવા માટે તેઓ અપ્સરા જેવું સુંદર રૂપ પણ ધારણ કરી શકતી હતી. રાતના અંધારામાં ડાકણો એકલ-દોકલ બહાર ફરતા યુવાનોને પોતાની મોહજાળમાં ફસાવતી. જુવાન કુંવારા યુવકો ડાકણોના સુંદર રૂપના મોહમાં ફસાઈ જતા. ત્યારબાદ ડાકણો તેમને ગામથી દૂર નિર્જન સ્થળે લઈ જતી. ત્યાં તે યુવક સાથે શારીરિક સંબંધ બાંધતી. આ જ દરમિયાન તક જોઈને તે પોતાની લોહીની તરસ છિપાવી લેતી. ત્યારબાદ તેમનો બલિ ચઢાવીને વધેલા રક્તનો ઉપયોગ તાંત્રિક વિધિઓમાં કરતી. વિધિ પત્યા પછી તેઓ યુવાનનું કાળજું કાઢીને તેનું ભક્ષણ કરતી. સવાર પડે તે પહેલાં જ તે ગામની ભાગોળમાં આવેલા કોઈ પણ ઝાડ પર યુવાનની લાશ લટકાવી દેતી. ડાકણોનો પ્રકોપ અને ગામલોકોનો ડર ધીરે-ધીરે વધતો ગયો. ગામના લોકો રાત્રે કોઈ પણ સંજોગોમાં ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરતા, પરંતુ તેનાથી કોઈ ફરક ના પડયો. જે પહેલાં રાત્રે ઘટતું તે હવે દિવસે ઘટવાનું શરૂ થઈ ગયું.
દરરોજ ઝાડ પર ગામના કોઈ ને કોઈ કુંવારા યુવાનની લાશ લટકતી મળતી અને આ બધી જ લાશોમાંથી લોહી અને કાળજું ગાયબ હોતાં. આ ઘટનાઓને કારણે ડરેલા ગામવાસીઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે એક વાર યુક્તિ કરીને ડાકણોને પકડી લીધી અને ઝાડના થડિયા સાથે બાંધીને તેમને સળગાવવાનું શરૂ કર્યું. અગ્નિમાં ભડભડ બળતી અને કારમી ચીસો પાડતી ડાકણોએ ગામલોકોને કહ્યું કે તેઓ પાછી આવશે અને પોતાનો બદલો લેશે.
આ ઘટનાને પાંચ સદીઓ વીતી ગઈ, ડાકણોનો ખોફ હજુયે બધાનાં દિલોમાં બરકરાર છે. તે સમયથી લઈને અત્યાર સુધી ગામમાં કેટલીક બાબતો ર્વિજત છે. તેની પાછળ એવી માન્યતા છે કે જો તેનું પાલન કોઈ નહીં કરે તો, ડાકણો પાછી આવી જશે. તેથી જ હારંગુલ ગામમાં આજેય ઝાડ પર ખીલી ઠોકવી, પેશાબ કરવો, થૂંકવું, રાત્રે ઝાડ નીચે સૂવું કે બેસવું ર્વિજત છે. આ બાબતોને અવગણીને કોઈ ર્વિજત કાર્ય કરે તો તે ડાકણોનો આત્મા આવીને તેને પોતાની તરફ આકર્ષે છે અને પછી તેનો બહુ ખરાબ અંજામ આવે છે. હારંગુલ ગામની ડાકણોની આ કથા પરથી અનેક ટીવી સિરિયલ અને ફિલ્મો બની ચૂકી છે.

તમે ક્યારેય મોથમેનનું નામ સાંભળ્યું છે? મોથમેન એ એક મોટો-લાંબો, ડરામણા ચહેરાવાળો, થોડો થોડો ચામાચીડિયા અને ઘુવડ જેવો લાગતો જીવ હતો. તે પહેલી વાર અમેરિકાના ઓહિયો રાજ્યમાં ૧૯૬૬ના વર્ષમાં જોવા મળ્યો હતો. જે લોકોએ આ જીવ જોયો હતો તેઓ કહે છે કે મોથમેનનું રૂપ ખરેખર ભયંકર હતું. તેની ઊંચાઈ દસ ફૂટથી વધારે, બે મોટી મોટી ચમકદાર આંખો અને વિશાળ પાંખો હતી
વર્ષ ૧૯૬૬માં ઓહિયો શહેરમાં કબ્રસ્તાનમાં એક સાંજે અમુક વ્યક્તિઓ કબર ખોદી રહી હતી. આકાશમાં અજવાળું ઓછું થઈ રહ્યું હતું. આ દરમિયાન તેમણે અચાનક જ એક વિચિત્ર જીવ જોયો, જેને વિશાળ પાંખો હતી. તે જીવ કબ્રસ્તાનના એક વૃક્ષ પર બેઠો હતો અને અચાનક જ તે એમની ઉપરથી ઊડીને આકાશમાં દૂર ક્યાંક જતો રહ્યો. કબર ખોદનારાઓ ખૂબ જ ડરી ગયા. તેમણે જ્યારે આ વિચિત્ર જીવની વાત બધાને કરી ત્યારે કોઈ તેમની વાત માનવા તૈયાર નહોતું.
આ ઘટનાના બરાબર ત્રણ દિવસ પછી ૧૫ નવેમ્બર, ૧૯૬૬ના રોજ ફરીથી આ જીવ બે કપલ્સને પોઇન્ટ પ્લેઝન્ટ પાસે જોવા મળ્યો. તેમણે પોલીસને જાણ કરીને કહ્યું કે, તેમણે એક ડરામણો અને વિચિત્ર જીવ જોયો છે. જેને પાંખો હતી અને લાલ મોટી આંખો હતી. ડરામણા મોથમેનને એક વ્યક્તિએ જોયો. તેણે કહ્યું, "૧૫ નવેમ્બરની સાંજે હું મારા ઘરમાં બેઠો હતો અને બહાર અચાનક અજીબોગરીબ અવાજ સાંભળવા મળ્યા. બહાર લગભગ અંધારું છવાઈ ચૂક્યું હતું. હું અવાજ સાંભળીને બગીચામાં ગયો. ત્યાંનું દૃશ્ય જોઈને હું ખૂબ જ ગભરાઈ ગયો. બગીચામાં એક ઝાડની પાસે મેં એવો જીવ જોયો જે મેં કલ્પનામાં પણ નહીં જોયો હોય. તે મનુષ્ય તો નહોતો જ કે કોઈ જાનવર જેવો પણ નહોતો. તેને જોઈને મારો કૂતરો પણ ડરી ગયો હતો. તે જોર જોરથી ભસવા લાગ્યો. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. હું ડરના માર્યો ઝડપથી ઘરની અંદર જતો રહ્યો અને બારી-દરવાજા વાખી દીધા. તે ઘટના પછી મને મારો કૂતરો ફરી ક્યારેય જોવા નથી મળ્યો. મારા ઘરમાંથી કૂતરાના કૂદીને બહાર જવાની શક્યતા પણ નહોતી. ચોક્કસ તે ડરામણો જીવ જ મારા કૂતરાને ઉપાડી ગયો હશે."
આમ, ઓહિયો શહેરમાં એક પછી એક અનેક લોકોએ આ જીવને જોયો હોવાનો દાવો કર્યો. ત્યારબાદ આ જીવની વાત વાયુવેગે પ્રસરી ગઈ. સ્થાનિક અખબારોએ આ જીવને મોથમેન એવું નામ આપ્યું. મોથમેનને જોનારની સાથે કોઈ ને કોઈ ખરાબ ઘટનાઓ ઘટતી હતી. લોકો તેને અપશુકનિયાળ માનવા લાગ્યા. આ જીવને જોવાનો અર્થ એ હતો કે બહુ જલદી તેમના પર કોઈ મોટી મુસીબત આવવાની છે. મોથમેન સાથે જોડાયેલી સૌથી મોટી ઘટના ઓહિયો શહેરના સિલ્વર બ્રિજની હતી. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૭માં ઓહિયો શહેરનો પ્રસિદ્ધ સિલ્વર બ્રિજ અચાનક જ તૂટી પડયો. જેમાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા આશરે ૪૬ લોકો મૃત્યુ પામ્યા અને અનેક લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના બની તે પહેલાં મોથમેનને કેટલાંયે લોકોએ બ્રિજ પાસે જોયો હોવાનું જણાવ્યું. શહેરના લોકો બ્રિજની દુર્ઘટના પાછળ મોથમેન જવાબદાર હોવાનું માને છે.
દુર્ઘટનાની તપાસ બાદ તો બ્રિજની નબળી સંરચના જવાબદાર હોવાનું જણાયું, પરંતુ લોકો તો આ દુર્ઘટનાને મોથમેન સાથે જ જોડતા હતા. બ્રિજ તૂટી પડયાની ઘટના પછી મોથમેન કોઈને જોવા ન મળ્યો.
ઓહિયો શહેરના અને વેસ્ટ ર્વિજનિયાના સોથી પણ વધારે લોકોએ મોથમેનને જોવાનો દાવો કર્યો હતો. મોથમેન સાથે જોડાયેલી ઘટનાઓ વિશે અનેક વાર સ્થાનિક અખબારોમાં સમાચાર છપાયા. આ જીવ પર શોધ અને ઘણી ચર્ચાઓ પણ થઈ, પરંતુ અંતે વિશેષજ્ઞાોના હાથ કંઈ ન લાગ્યું. એક વર્ષમાં જ મોથમેનને જોયાના સમાચાર આવવાના લગભગ બંધ થઈ ગયા.
કેટલાંક લોકો મોથમેનને અપશુકનિયાળ માનતા હતા, તો કેટલાંક લોકો તેને ભગવાનનો દૂત માનવા લાગ્યા. તેમના મતે કદાચ તે બ્રિજ તૂટવાની જાણકારી આપવા માટે જ ત્યાં આવ્યો હશે. મોથમેન ક્યાંથી આવ્યો હતો? કોણ હતો? શું કામ આવ્યો હતો? તે સારો હતો કે ખરાબ? તે ભગવાનનો દૂત હતો, એલિયન હતો કે કોઈ પિશાચ હતો? આ બધા જ સવાલોના જવાબ તેના ગાયબ થઈ જવાની સાથે રહસ્ય બની ગયા. ત્યારબાદ મોથમેન પર અનેક પુસ્તકો લખાયાં અને ફિલ્મો પણ બની. વેસ્ટ ર્વિજનિયાના પોઇન્ટ પ્લેઝન્ટ ખાતે મોથમેનનું સ્ટેનલેસ સ્ટીલનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું